For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BARC દ્વારા વિવિધ પાકોની 41 જાતિઓ વિકસાવવામાં આવી

|
Google Oneindia Gujarati News

agriculture
મુંબઇ, 7 ઓગસ્ટ : ભાભા પરમાણુ અનુસંઘાન કેન્દ્ર (બાર્ક - BARC - ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર)એ પોતાના પરમાણુ કૃષિ કાર્યક્રમ અંતર્ગત પાકોની 40થી વધારે પ્રકારની જાતો વિકસાવી છે. બાર્કે મગફળીની 15 જાતો, મગની 8 જાતો, અડદની 5 જાતો, તુવેરની 4 જાતો, સરસવની 3 જાતો, સોયાબીનની 2 જાતો અને જાવલી, સૂરજમુખી, ધાન અને જૂટની એક એક જાતિ વિકસાવી છે.

બાર્કના પરમાણુ અને કૃષિ તથા જૈવિક ટેકનોલોજી વિભાગના પ્રમુખ સુરેશજી ભાગવતે જણાવ્યું કે "જો દેશને ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું છે તો પરમાણુ કૃષિ ટેકનોલોજીને અપનાવવી જરૂરી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ખેતીલાયક જમીન ઓછી થઇ રહી છે અને અનાજની માંગ વધી છે."

તેમણે જણાવ્યું કે "ભારતે પોતાનું અનાજ ઉત્પાદન વધારવું જરૂરી છે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે વધતી વસતીને કારણે ખાદ્યાન્ન સુરક્ષા પૂરતી રહે અને તેનું વિતરણ યોગ્ય રીતે થાય. પરમાણુ વિકિરણ આધારિત ટેકનોલોજી આ દિશામાં મહત્વનું યોગદાન આપી શકે છે."

ભાગવતના જણાવ્યા અનુસાર છોડવા પર વિકિરણની અસરનો સૌથી મોટો લાભ એ હોય છે કે તેમની આનુવાંશિક વિવિધતા વધી જાય છે. તેનો લાભ ઉઠાવીને અનાજ, દાળો, તેલીબિયાં વગેરે પાકોની નવી જાતિ વિકસાવી શકાય છે. આ પાકોની ગુણવત્તા પણ વધારી શકાય છે. આ બિમારી માટે પ્રતિરોધક બને, તેની ખેતી ઝડપથી કરી શકાય, જલ્દી પાક વધે અને ખારા પાણી વાળા વિસ્તારમાં પાક પર કોઇ અસર ના પડે તેવી વિવિધ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

English summary
BARC has developed 41 varieties of various crops
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X