For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર કે બાઈક લઈને નિકળતા પહેલા જાણીલો ટ્રાફિકનો આ નવો નિયમ, હવે ઘરમાં ઘૂસીને ચાલાન વસૂલાશે

કાર કે બાઈક લઈને નિકળતા પહેલા જાણીલો ટ્રાફિકનો આ નવો નિયમ, હવે ઘરમાં ઘૂસીને ચાલાન વસૂલાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જો તમે કાર કે બાઈક ચલાવતા હોવ તો તમારા માટે અત્યંત મહત્વના સમાચાર છે. ત્યારે કાર કે બાઈક લઈને ઘરની બહાર નિકળતા પહેલાં ટ્રાફિકના આ નવા નિયમો જાણી લો, તો તમારે મૂસિબતનો સામનો નહિ કરવો પડે. ખાસ કરીને જો તમે ઈન્સ્યોરન્સ વિનાના વાહન ચલાવી રહ્યા હોવ તો. હવે ઈન્સ્યોરન્સ વિનાની ગાડીનું ચાલાણ કપાવવું ફાઈનલ છે. ભલે તમને ટ્રાફિક પોલીસ રોકે કે ન રોકે. RTO તમારા ઘરે પહોંચીને તમારું ચાલાન કાપશે.

ઈન્સ્યોરન્સ વિનાની ગાડી ચલાવી રહ્યા હોવ તો રહો સાવધાન

ઈન્સ્યોરન્સ વિનાની ગાડી ચલાવી રહ્યા હોવ તો રહો સાવધાન

ઈન્સ્યોરન્સ વિનાની ગાડી ચલાવનાર લોકોનું ચલાણ કપાવવું હવે નક્કી છે. ઈન્સ્યોરેન્સ રેગ્યુલેટર IRDAI હવે ઈન્સ્યોરન્સ વાળી ગાડીનો આંકડો ટ્રાન્સપોર્ટ વિભાગને મોકલશે, જેના દ્વારા તમે ભલે ટ્રાફિક પોલીસથી બચી જાઓ, પરંતુ RTO ઑફિસ તમારા સુધી પહોંચી જશે. IRDAI હવે ઈન્સ્યોરન્સ વિનાની ગાડીઓની સમગ્ર જાણકારી RTO ઑફિસને સોંપશે. જે બાદ આરટીઓ ટ્રાફિક પોલીસને આ ગાડી ચલાવવા વસૂલવા બોલશે. તમે ઈચ્છો કે ન ઈચ્છો ચલાન ખુદ તમારા ઘર સુધી પહોંચી જશે.

જલદી જ ઈન્સ્યોરન્સ કરાવી લો

જલદી જ ઈન્સ્યોરન્સ કરાવી લો

જો તમારી પણ ગાડીનો ઈન્સ્યોરન્સ ખતમ થઈ ગયો છે અથવા થવાનો છે તો મોડું કર્યા વિના તરત રિન્યૂ કરાવી લો, કેમ કે નવા મોટર વ્હીકલ એક્ટ બાદ ઈન્સ્યોરન્સ વિનાની ગાડી ચલાવવી મુશ્કેલ થઈ જશે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટીએ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી યોજના શરૂ કરી છે, જેમાં ઈન્સ્યોરન્સ વિનાની ગાડીઓનો પતો લગાવવો સહેલો થઈ જશે. IRDAIએ હાલ આ પાયલટ પ્રોજેક્ટ ચાર રાજ્યોમાં શરૂ કર્યા છે. જેમાં એવા વાહન માલિકોના ઈન્સ્યોરન્સ કરાવવાની સૂચના મોકલવામાં આવી રહી છે, જેમણે હજુ સુધી મોટર ઈન્સ્યોરન્સ નથી કરાવ્યો.

શું છે નવો નિયમ

શું છે નવો નિયમ

નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ હવે તમામ ગાડીઓનો થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ જરૂરી છે. જો તમે ઈન્સ્યોરન્સ નથી કરાવ્યો તો દંડ ભરવાની અને જેલ જવાની તૈયારી રાખવી. નવા એક્ટમાં દંડની રકમ ડબલ કરી દેવામાં આવી છે. નવા નિયમ અંતર્ગત ઈન્સ્યોરન્સ વિનાની ગાડી ચલાવવા પર 2000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે જે પહેલા 1000 રૂપિયા હતો. એવામાં મુસિબતમાં ફસાવવાથી સારું છે કે કાર કે બાઈકનો ઈન્સ્યોરન્સ સમયસર કરાવી લો.

માર્કેટમાં કડાકોઃ સેંસેક્સ 770 અંક જ્યારે નિફ્ટી 225 અંક ગગડ્યોમાર્કેટમાં કડાકોઃ સેંસેક્સ 770 અંક જ્યારે નિફ્ટી 225 અંક ગગડ્યો

English summary
before leaving for ride know new rule of traffic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X