For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરી વિવાદ ભાજપનો આંતરિક મામલોઃ ભાગવત

By Super
|
Google Oneindia Gujarati News

MOHANBHAGWAT
નવીદિલ્હી, 24 ઑક્ટોબરઃ આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી અને તેમની સાથે જોડાયેલા વિવાદ તેમના અને પક્ષ વચ્ચેનો આંતરિક મુદ્દો છે, આ મામલે એ લોકોએ જ નિર્ણય લેવો પડશે. બીજી તરફ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સંસ્થા ઇન્ડિયા એગેન્સ્ટ કરપ્શને યૂપીએ સરકાર સમક્ષ માંગ મૂકી છે કે નિતિન ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિરોધક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે.

મોહન ભાગવતે કહ્યું કે, આ મામલા સાથે આરએસએસને કોઇ સંબંધ નથી. આરોપો બાદ નિતિન ગડકરી અધ્યક્ષ પદ પર રહેશે કે નહીં તે પણ ભાજપનો આંતરિક મામલો છે. તેવામાં મોટી વાત એ છે શું ભાજપ નિતિન ગડકરી મામલે કોઇ કડક નિર્ણય લેશે. શું નિતિન ગડકરીને ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવશે. શું નિતિન ગડકરીની ખુરશી જશે? જોકે ગડકરી પર લગાવાયેલા તમામ આરોપો પછી પણ ભાજપના વરિષ્ઠ નેતા તેમનો બચાવ કરી રહ્યાં છે.

નોંધનીય છે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન(આઇએસી)એ ગડકરી પર આરોપ લગાવ્યા છે કે તેમણે મહારાષ્ટ્રમાં વિદર્ભમાં ગેરકાયદે જમીન હડપી છે. ત્યાર બાદ મંગળવારે મીડિયામાં એવો ખુલાસો કર્યો કે આઇઆરબી નામની એક અધોસંરચના કંપનીએ ગડકરીની કંપનીને 165 કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યાર પછીને બે વર્ષ પછી આઇઆરબીને ગડકરી તરપથી એક રોડ નિર્માણનું કામ સોંપવામાં આવ્યું હતું. તે સમયે ગડકરી મહારાષ્ટ્રના પીડબલ્યૂડીના મંત્રી હતા.

ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીના કાળા કામોની ખબર મીડિયામાં આવ્યા પછી સામાન્ય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે દશેરાના દિવસે અનેક સ્થળો પર ગડકરીના પુતળાઓ સળગાવવામાં આવ્યાં હોવાના અહેવાલ છે.

English summary
Questionable dealings involving Gadkari as an internal matter of the BJP, Bhagwat said Gadkari issue is BJP’s internal matter, we won’t comment on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X