For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનેત્રીના રૂમમાં બંદૂક લઈને ઘુસ્યો પાગલ પ્રેમી, બંધક બનાવી

યુપીના સોનભદ્રમાં શૂટિંગ માટે આવેલી ભોજપુરી અભિનેત્રી રીતુ સિંહને એક માથાભારે આશિકે બંદૂક બતાવીને હોટેલમાં બંધક બનાવી.

|
Google Oneindia Gujarati News

યુપીના સોનભદ્રમાં શૂટિંગ માટે આવેલી ભોજપુરી અભિનેત્રી રીતુ સિંહને એક માથાભારે આશિકે બંદૂક બતાવીને હોટેલમાં બંધક બનાવી. મળતી જાણકારી અનુસાર માથાભારે આશિક અભિનેત્રી પર લગ્ન કરવા માટે દબાણ બનાવી રહ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભોજપુરી અભિનેત્રી ફિલ્મની શૂટિંગ માટે અહીં આવી હતી. પાગલ પ્રેમી અભિનેત્રીના રૂમમાં ખરાબ ઈરાદા સાથે પહોંચી ગયો અને તેને બંધક બનાવી લીધી.

રૂમમાં ઘૂસીને અભિનેત્રીને બંધક બનાવી

રૂમમાં ઘૂસીને અભિનેત્રીને બંધક બનાવી

મળતી જાણકારી અનુસાર શનિવારે રૉબૅર્ટસગંજ શહેર સ્થિત એક હોટલમાં ફિલ્મની શૂટિંગ માટે અભિનેત્રી રીતુ સિંહ સહીત ફિલ્મ યુનિટના 60-70 સદસ્યો રોકાયા હતા. બપોરે જોનપુરનો રહેવાસી પંકજ યાદવ બંદૂક લઈને અચાનક અભિનેત્રીના રૂમમાં ઘુસી ગયો અને તેને બંધક બનાવી. આ દરમિયાન તેને અભિનેત્રી પર ફાયર પણ કર્યું, જેમાં તે માંડ માંડ બચી અને ગોળી હોટલમાં કોઈ કામથી ગયેલા અશોક કુમારની જાંઘ પર લાગી. ત્યારપછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

યુવકે કહ્યું, ખુબ જ પ્રેમ કરું છું

યુવકે કહ્યું, ખુબ જ પ્રેમ કરું છું

આ ઘટનાથી હોટેલમાં અફરાતફરી મચી ગઈ જગ્યા પર પહોંચેલી પોલીસ ટીમે યુવકને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેને પોલીસકર્મીઓ પર પણ ફાયરિંગ કરી દીધી. ત્યારપછી પોલીસ એક્શનમાં આવી અને તેની ધરપકડ કરી લીધી. પંકજે જણાવ્યું કે તે અભિનેત્રીને ખુબ જ પ્રેમ કરે છે.

અભિનેત્રીએ કહ્યું, બે વર્ષથી પરેશાન કરે છે

અભિનેત્રીએ કહ્યું, બે વર્ષથી પરેશાન કરે છે

અભિનેત્રીએ કહ્યું કે આરોપી પંકજ યાદવ છેલ્લા બે વર્ષથી તેનો પીછો કરી રહ્યો છે. એટલું જ નહિ પરંતુ તે તેના પર લગ્ન કરવા માટેનું દબાણ પણ કરી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે આરોપી પંકજ યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને મુંબઈ પોલીસમાં પણ આરોપી અંગે ફરિયાદ કરી હતી.

English summary
Bhojpuri actress Ritu Singh held hostage at gun point
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X