For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૉબ લિંચિંગનો વધુ એક કિસ્સો, અપહરણની શંકામાં 3ની હત્યા

મૉબ લિંચિંગનો વધુ એક કિસ્સો, અપહરણની શંકામાં 3ની હત્યા

|
Google Oneindia Gujarati News

બિહારમાં મૉબ લિંચિંગનો વધુ એક મામલો સામે આવ્યો છે. જ્યાં ગામના લોકોએ ત્રણ શખ્સની માર મારી હત્યા કરી નાખી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ એક શખ્સે ઘટના સ્થળે જ દમ તોડી મૂક્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થિનીના અપહરણના શકમાં ત્રણેયની હત્યા કરવામાં આવી છે.

Mob lynching

ગ્રામજનોએ દાવો કર્યો છે કે નવસૃજિત પ્રાથમિક વિદ્યાલય કકહરામાં સવારે 10.30 વાગ્યે હથિયારધારી ત્રણ અપરાધીઓ ઘૂસ્યા હતા. જ્યાં તેમણે સ્કૂલની શિક્ષિકા બીમા કુમારી પર હથિયાર રાખી સ્કૂલમાં ભણી રહેલ 5મા ધોરણની વિદ્યાર્થિનીને બોલાવવા કહ્યું હતું. આ દરમિયાન ગામના લોકોને ઘટનાની જાણ થતાં તેઓ એકઠા થઈ ગયા હતા. જોતજોતામાં 500 જણા એકઠા થઈ ગયા અને ત્રણેય શખ્સોની ધોલાઈ કરી હતી. જેને પગલે ત્રણેય મૃત્યુ પામ્યા.

કેટલાક દિવસ પહેલા બિહારના વૈશાલી જિલ્લાના જન્દાહા ચકિસા ગામમાં મૉબ લિંચિંગનો મામલો સામે આવ્યો હતો. અહીં આક્રોશિત ભીડે એકની પિટાઈ કરી હત્યા કરી નાખી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે જ મૉબ લિંચિંગ પર સખ્તાઈ અપનાવતા દરેક રાજ્યોને મૉબ લિંચિંગ પર રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું, પરંતુ માત્ર 9 રાજ્યોએ જ મૉબ લિંચિંગ પર રિપોર્ટ રજૂ કર્યો હતો.

મૉબ લિંચિંગની ઘટનાઓ પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે મૉબ લિંચિંગને લઈને કાયદો બનાવવા માટે ગ્રુપ ઑફ મિનિસ્ટરનું ગઠન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 9 રાજ્યોએ રિપોર્ટ જમા કરાવ્યો છે, અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં જ રિપોર્ટ દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી.

English summary
Bihar Mob lynching in begusarai three people death .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X