કોટામાં બાળકોનાં મોતઃ ભાજપે ચાર સાંસદોની તપાસ સમિતિ બનાવી, ત્રણ દિવસમાં રિપોર્ટ માંગ્યો
કોટાઃ રાજસ્થાનમાં કોટા સ્થિત જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો સામે આવવાથી હડકંપ મચી ગયો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાના સંસદીય ક્ષેત્રમાં આવનાર આ હોસ્પિટલમાં પાછલા એક મહિનાથી 91 નવજાત શિશુના મોત થઈ ચૂક્યાં છે. આ મામલાની તપાસ માટે રાજસ્થાન સરકારે પહેલા જ આદેશ આપ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ એક હોસ્પિટલમાં શિશુ મૃત્યુના મામલે તપા માટે ચાર સાંસદોવાળી એક સમિતિની રચના કરી છે.

ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ
ઉલ્લેખનીય છે કે જેકે હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો સતત વધી રહ્યો છે. ડિસેમ્બરમાં બાળકોના મોતનો આંકડો 77થી વધીને 91 થઈ ગયો છે. ગત અઠવાડિયે જ 12 બાળકોએ શ્વાસ છોડી દીધા હતા. અહીં વર્ષ 2019 દરમિયાન 940 બાળકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. આ મામલે તપાસ માટે બીજેપી સમિતિમાં લોકસભા સાંસદ જસકૌર મીણા, લૉકેટ ચેટરજી અને ભારતી પવાર તથા રાજ્યસભા સાંસદ કાંતા કર્દમને સામેલ કરવામાં આવ્યા છે. જેપી નડ્ડાએ સમિતિને ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવા કહ્યું છે.

ઓમ બિરલાએ સરકારને આગ્રહ કર્યો
જણાવી દઈએ કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા જે કોટાથી સાંસદ છે તેમણે પણ રવિવારે શિશુઓના મોત પર ચિંતા વ્યક્ત રકી હતી અને રાજ્ય સરકારને સંવેદનશીલતાની સાથે કામ કરવા માટે આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત ઓમ બિરલાએ જેકે હોસ્પિટલનો પ્રવાસ પણ કર્યો હતો અને ત્યાંના દર્દીઓ સાથે વાત પણ કરી હતી. રવિવારે તેમણે હોસ્પિટલમાં પાયાની સુવિધાઓ અને ઉપકરણોની કમીનો મામલો ઉઠાવ્યો જે ઉપરાંત તેમણે ખરાબ પડેલી મશીનોને 15 દિવસમાં બદલવાનો પણ આદેશ આપ્યો હતો.

હોસ્પિટલમાં વધુ સુવિધા નથી
રાજસ્થાન ચિકિત્સા શિક્ષા સિચવ વૈભવ ગાલરિયાએ સોમવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે જેકે લોન હોસ્પિટલમાં કેટલીય કમીઓ ઉજાગર થઈ છે. જેમાં સાફ સફાઈ, વોર્ડોમાં સંક્રમણ અને આઈસીયૂમાં ઓક્સિજનની અપર્યાપ્ત આપૂર્તિ અને મહત્વપૂર્ણ ચિકિત્સા ઉપકરણોની કમી વગેરે સામેલ છે. જેકે લોન હોસ્પિટલ કોટાના પ્રશાસનને નવજાત એનઆઈસીયૂ માટે ઑક્સિજન પાઈપ લાઈન નાખવાની સાથોસાથ હોસ્પિટલમાં જરૂરી ઉપકરણો માટેની પ્રક્રિયા પૂરી કરવાની સૂચના આપી છે.
જનરલ મનોજ મુકુંદ બન્યા દેશના 28માં સેના પ્રમુખ, જનરલ રાવત થયા રિટાયર