For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પાઈસ ઝેટની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, તપાસ શરૂ કરાઈ

નએનઆઈને પોલીસે જણાવ્યુ કે, દિલ્હીથી પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલા બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. CISF અને દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલમાં જ ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાને લઈને જામનગર એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી ઉતરાણ કરાયુ હતું ક્યારે હવે વધુ એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા ચેકિંગ હાથ ધરાયુ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, દિલ્હીથી પુણે જઈ રહેલી સ્પાઈસઝેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. આ કોલ બાદ ફ્લાઈટમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે.

Bomb threat

આજકાલ ફ્લાઈટમાં બોલ્બ હોવાના કોલ વધી રહ્યા છે ત્યારે પોલીસને માહિતી મળતા જ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ કરાઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આ મુદ્દે એનએનઆઈને પોલીસે જણાવ્યુ કે, દિલ્હીથી પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલા બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. CISF અને દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

આ મુદ્દે દિલ્હી પોલીસે જણાવ્યુ કે, અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ SOP મુજબ સુરક્ષા કાર્યવાહી કરાઈ રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા બોમ્બની ધમકી મળતા એક ફ્લાઇટનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. આ ફ્લાઈટ મોસ્કોથી ગોવા આવી રહી હતી.

English summary
Bomb threat in Spice Jet flight, investigation started
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X