• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રિટિશ એરવેઝ: 1924થી કરે છે ભારતને પ્રેમ

|

"લેટ મી હેલ્પ યુ"

આ વાતની શરૂઆત આ વાક્યથી થઇ હતી. હવામાં ઉડવું એક અદ્ધભૂત અનુભવ છે. વાદળોની વચ્ચે એક પક્ષીની જેમ મુક્ત મને ઉડવું કોને ના ગમે? અને આજ કારણે ફ્લાઇટના અનુભવો ખાસ હોય છે. પણ ધણીવાર આવી જ હવાઇ સફરમાં પોતાના સ્વજનોથી દૂર થવાનું દુખ પણ એરલાઇનની કલાકો લાંબી યાત્રાને દુખદ બનાવી શકે છે.

હાલમાં જ બ્રિટિશ એરવેઝે તેના એક ક્રૂમેમ્બરનો વીડિયો મૂક્યો છે. જેમાં તેમણે બતાવ્યું છે કે બ્રિટિશ એરવેઝના કર્મચારીઓ માટે તેના તમામ યાત્રીઓની મદદ કરવી અને તેમની આ હવાઇ સફર સુખદ બનાવવી એક અનુભવથી ઓછું નથી. અને સાથે જ તેમાં બતાવ્યું છે કે કેમ તે 1924થી ભારતને પ્રેમ કરે છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા તેના પુત્રને બ્રિટિનમાં મળીને બ્રિટિશ એરવેઝની ફ્લાઇટથી હૈદરાબાદમાં પોતાના પરિવારને મળવા માટે પરત ફરી રહી છે.

british airways

હૈદરાબાદમાં તેનો સમગ્ર પરિવાર તેની રાહ જોઇ રહ્યો છે. ત્યારે સીટ બેલ્ટ પહેરવામાં તેને જ્યારે મુશ્કેલી થાય છે ત્યારે એક એરહોસ્ટેસ તેની મદદ કરે છે. હેલેના ફ્લાયન નામની 23 વર્ષીય આ ફ્લાઇટ અટેન્ડન્ટ વર્લ્ડવાઇડ મેન ક્રૂની સભ્ય છે. અને તેની આ પહેલી ભારત યાત્રા છે. તેણે ભારત વિષે ધણુ વાંચ્યું છે, કે ભારત વિવિધ સંસ્કૃતિ અને ભાષાઓ ધરાવતો દેશ છે. ભારતીયો સાથે પ્રવાસ કરવામાં ફ્લાયન પણ બહુ જ ઉત્સુક છે.

પાછળથી ફ્લાયન આ વૃદ્ધ મહિલાને રડતી જુએ છે અને જ્યારે તેને ખબર પડે છે આ વૃદ્ઘ મહિલા તેના પુત્રને યાદ કરી રહી છે ત્યારે તે તેને હૈદરાબાદમાં રાહ જોતા તેના પરિવારને યાદ કરવાની સલાહ આપે છે. વધુમાં આ મહિલાને ટીવીમાં શો જોવામાં અને શોધવામાં પણ મદદ કરે છે. પણ જ્યારે ફ્લાયન ચા લઇને તે મહિલાને આપવા જાય છે તો તે ત્યાં સુધીમાં સુઇ ગઇ હોય છે અને એક માંની જેમ ફ્લાયન આ મહિલાના માથામાંથી હેડફોન નીકાળી તેને ઓઢાડીને સૂવડાવે છે.

જતી વખતે આ વૃદ્ધ મહિલા ફ્લાયનનો આભાર માને છે અને બીજી દિવસે ઉત્સવ નિમિત્તે તેને ઘરે આવવાનું નિમંત્રણ આપે છે અને સાથે જ તેના પુત્રના ઘરનું એડ્રેસ પણ આપે છે. જે બાદ ફ્લાયન ભારતમાં તેની પહેલી મુલાકાતના ભાગ રૂપે તેના ઘરે જાય છે.

ઉત્સવનો સમય હોવાના કારણે વૃદ્ધાના ઘરમાં અનેક ખાવાની વસ્તુઓ બનાવવામાં આવી હોય છે. જેમાં ફ્લાયનને પાયસમ ખૂબ જ પસંદ આવે છે. ફ્લાયન વૃદ્ધાના પરિવાર સાથે અદ્ધભૂત સમય પસાર કરે છે. ખાવાનું બનાવવાથી લઇને એક નાનકડી બાળકી સાથે નૃત્યુ કરવાની મઝા પણ ફ્લાયન માણે છે.

છૂટા પડતી વખતે ફ્લાયનને વૃદ્ધ મહિલા હાથથી એમ્બ્રોડરી કરેલો રૂમાલ અને ઘરે બનાવેલું ભોજન આપે છે. તે રૂમાલ પર બીએ એરહોસ્ટેસ, એક પ્લેન અને હેલેના ફ્લાયનનું નામ લખેલું હોય છે. વૃદ્ઘા દ્વારા આટલો પ્રેમ આપવાના કારણે ફ્લાયન ગદગદીત થઇ જાય છે અને તેને વળગી પડે છે. અને તેનો આભાર માને છે.

હેલેના ફ્લાયન પાછલા 2 વર્ષોથી ભારત તરફની ઉડ્ડાન ફ્લાઇટોમાં કામ કરે છે. અને પસાર થતા દરેક દિવસ સાથે તે આ દેશને વધુને વધુ જાણે છે. હેલેના ફ્લાયનના શબ્દોમાં કહીએ તો આ ભાવનાને વ્યક્ત કરવા માટે તેની પાસે શબ્દો નથી.

English summary
The new British Airways ad Fuelled by Love has moved many to tears and the adorable grandmother seems to remind everyone of their own grandmothers. The ad, which has gone viral and even been written about by The Wall Street Journal, has received more than 11 lakh hits on YouTube.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more