For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામા મસ્જિદમાં નરેન્દ્ર મોદીને નહી નવાજ શરીફને આમંત્રણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓક્ટોબર: દેશનું રાજકારણ નવો વળાંક લઇ રહ્યું છે એટલું જ નહી તાજેતરમાં ચૂંટણી બાદ સંગઠનો સહિત દેશની ઘણી મોટી સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય કાર્યક્રમોમાં આમંત્રિત કર્યા. પરંતુ જામા મસ્જિદના ઇમામ સૈયદ અમહમદ બુખારી માટે વડાપ્રધાન હજુ સુધી પણ સ્વિકાર નથી. તેમણે કહ્યું કે દેશના મુસલમાન હજુ સુધી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાઇ શક્યા નથી.

તમને જણાવી દઇએ કે ઇમામ બુખારીએ પોતાના નાના પુત્ર સૈયદ શાબાન બુખારી (19)ને ઉત્તરાધિકારી ચૂંટ્યો છે અને 22 નવેમ્બરના રોજ દસ્તારબંદીના રિવાજની સાથે તેમને નાયબ ઇમામ જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફને પત્ર આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ કાર્યક્રમમાં આવનાર મહેમાનોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ નથી.

syed-ahmed-bukhari

જો કે આ તાજપોશીના કાર્યક્રમમાં ભાજપના અન્ય ચાર નેતાઓ ગૃહમંત્રી રાજનાથ સિંહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન, ભાજપના પ્રવક્તા શાહનવાજ હુસૈન અને રાજ્યસભા સાંસદ વિજય ગોયલને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અભિષેક મનુ સિંઘવી, સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને સીએમ અખિલેશ યાદવ પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

English summary
Imam Bukhari invites PAk PM Nawaz Sharif in his programme, buycott Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X