For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગામાં રામ નામના પથ્થર તરતા જોવા મળ્યા, લોકો ચકિત થયા

ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં ગંગા નદીમાં એક પથ્થર તરતો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં ગંગા નદીમાં એક પથ્થર તરતો જોવા મળ્યો છે. આ પથ્થર પર ભગવાન રામનું નામ લખેલું છે. રામ નામના પથ્થર તરવાની ખબર આગની જેમ આખા વિસ્તારમાં ફેલાઈ ચુકી છે. ત્યાં જ જગ્યા પર પહોંચેલા અધિકારીઓ ઘ્વારા આ પથ્થરને કબ્જે કરીને તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

ganga river

મળતી જાણકારી અનુસાર, આખો મામલો બુલંદશહેર જિલ્લાના અનુપશહેર ગંગા નદીનો છે. અહીં મલ્લાહ વસ્તીના કેટલાક યુવકો ગંગા નદીને કિનારે હાજર હતા. આ દરમિયાન રવિ અને લાખન સિંહ નામના યુવકોએ જોયું કે ગંગામાં ઘણા પથ્થરો વહી રહ્યા છે. પહેલા તો તેમને વિશ્વાસ નહીં આવ્યો પરંતુ તેમાંથી એક પથ્થર તેમને ગંગા નદીમાંથી કાઢી લીધો. ત્યારપછી તેમને આ પથ્થર ઘણીવાર ગંગા નદીમાં ફેંકીને જોયો પરંતુ તે પથ્થર પાણી પર તરતો જ રહ્યો.

આ પણ વાંચો: નીતિન ગડકરીનો દાવોઃ આગામી 3 મહિનામાં 80%, 2020 સુધી આખી ગંગા થઈ જશે સાફ

ગંગા નદીમાં તરતા પથ્થર વિશે જાણકારી મળતા જ મોટી સંખ્યામાં લોકો આ અદ્ધભૂત પથ્થરને જોવા માટે ભેગા થવા લાગ્યા. જયારે લોકોએ આ પથ્થરનું વજન કરીને જોયું તો પથ્થરનું વજન 4 કિલો 766 ગ્રામ નીકળ્યું. ગંગા નદીમાં પથ્થરના તરવા અને લોકોની મોટી સંખ્યામાં ભેગા થવાની જાણકારી મળતા જ એસડીએમ આનંદ શ્રીનેટ જગ્યા પર પહોંચ્યા અને પોતાની સામે પથ્થરને પાણીમાં ફેંકીને પણ જોયું. ત્યારપછી એસડીએમ ઘ્વારા તે પથ્થર કબ્જામાં લઇ લેવામાં આવ્યો. એસડીએમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સંબંધિત વિભાગને તે પથ્થર મોકલીને તેની તપાસ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: ગંગામાં વિસર્જિત કરેલી અસ્થિઓ આખરે જાય છે ક્યાં?

English summary
Bulandshahr: found stone floating in river ganga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X