ગંગામાં વિસર્જિત કરેલી અસ્થિઓ આખરે જાય છે ક્યાં?

Posted By:
Subscribe to Oneindia News

પવિત્ર ગંગા દેવોની નદી મનાય છે. શાસ્ત્રો જણાવે છે કે ગંગા સ્વર્ગમાંથી ઘરતી પર અવતરી છે. માન્યતા છે કે, પવિત્ર ગંગા શ્રી હરિ વિષ્ણુના ચરણોમાંથી નિકળી મહાદેવની જટાઓમાં આવીને વસી છે. શ્રી હરિ અને મહાદેવ સાથેના ધનિષ્ઠ સંબંધને કારણે પતિત પાવન કહેવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે ગંગામાં સ્નાન કરનાર દરેકના પાપોનો નાશ થાય છે.

હેલ્થ અને વેલ્થ બંને ઈચ્છો છો, તો રાશિ મુજબ કરો આ ઉપાય...

ગંગા સાથે જોડાયેલી કથા

એક દિવસ ગંગા શ્રી હરિને મળવા વૈકુંઠ ધામ ગઈ હતી. ગંગાએ તેમને કહ્યુ, "પ્રભુ મારા જળમાં સ્નાન કરનાર દરેકના પાપ નષ્ટ થાય છે, પણ આટલા બધા પાપોનો ભાર હું કેવી રીતે ઉઠાવીશ? મારામાં જે પાપ સમાશે એને હું કેવી રીતે ખતમ કરીશ?" તેના જવાબમાં શ્રી હરિ બોલ્યા. "ગંગા! જ્યારે સાધુ, સંત, વૈષ્ણવ વગેરે આવી તમારામાં સ્નાન કરશે ત્યારે તમારા બધાજ પાપ ધોવાઈ જશે. "

અસ્થિઓ આખરે ક્યાં જાય છે?

અસ્થિઓ આખરે ક્યાં જાય છે?

ગંગા નદી એટલી પવિત્ર છે કે દરેક હિંદુની અંતિમ ઈચ્છા હોય છે કે તેની અસ્થિઓનુ વિસર્જન ગંગામાં કરવામાં આવે. પરંતુ આ અસ્થિઓ આખરે જાય છે ક્યા?

વૈજ્ઞાનિકો પાસે પણ જવાબ નથી

વૈજ્ઞાનિકો પાસે પણ જવાબ નથી

આનો જવાબ તો વૈજ્ઞાનિકો પણ આપી શક્યા નથી કે આટલી અસંખ્ય માત્રામાં કરેલુ અસ્થિ વિસર્જન આખરે ક્યા જાય છે. ઉપરાંત મોટાપાયે અસ્થિ વિસર્જન કરવા છતાંપણ ગંગાનુ પાણી પવિત્ર કેવી રીતે છે. ગંગા સાગર સુધી શોધો કરવા છતાં જાણી શકાયુ નથી કે, આખરે તેની પાછળ કઈ શક્તિ કામ કરે છે.

મૃતકની આત્માની શાંતિ માટે પવિત્ર

મૃતકની આત્માની શાંતિ માટે પવિત્ર

સનાતન ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી આત્માની શાંતિ માટે મૃત વ્યકિતના અસ્થિને ગંગામાં પ્રવાહિત કરવી ઉત્તમ મનાય છે. એવુ પણ મનાય છે કે,આ અસ્થિઓ સીધી વૈકુંઠ શ્રી હરિના ચરણોમાં જાય છે.

મરણોપરાંત મુક્તિ

મરણોપરાંત મુક્તિ

જે વ્યકિતનો અંત ગંગાની સમીપ થાય છે તેને મરણોપરાંત મુક્તિ મળે છે. આવા અનેક કારણોને લીધે ગંગા પ્રત્યે હિંદુઓની અગાઢ આસ્થા હોવી તે સ્વાભાવિક છે.

ગંગાજળમાં પારાનુ પ્રમાણ

ગંગાજળમાં પારાનુ પ્રમાણ

વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, ગંગા નદીના પાણીમાં પારો એટલે કે મરક્યુરિનુ પ્રમાણ છે. જેને કારણે હાડકામાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ પાણીમાં ઓગળી જાય છે.જે જલ જીવજંતુઓ માટે પૌષ્ટિક આહાર મનાય છે.

હાડકામાં રહેલો સલ્ફર અને ગંગાજળ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા

હાડકામાં રહેલો સલ્ફર અને ગંગાજળ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા

આપણા હાડકામાં ગંધક એટલે કે સલ્ફર રહેલુ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે હાડકાનુ સલ્ફર પારા સાથે મળી પારદનુ નિર્માણ કરે છે. તેની સાથો-સાથે આ બંને મળી મરક્યુરી સલ્ફાઈડ સોલ્ટનુ નિર્માણ કરે છે. હાડકામાં બચેલુ શેષ કેલ્શિયમ પાણીને સ્વચ્છ રાખવાનુ કામ કરે છે.

અંતે બધુ શીવ અને શક્તિમાં વિલિન

અંતે બધુ શીવ અને શક્તિમાં વિલિન

ધાર્મિક દ્રષ્ટિએ પારદ શિવનુ પ્રતિક મનાય છે, જ્યારે ગંધક શક્તિનુ પ્રતિક મનાય છે. અંતે બધાજ જીવો શિવ અને શક્તિમાં વિલિન થઈ જાય છે.

English summary
Meaning of Asthi Visarjan in Ganga?
Please Wait while comments are loading...