For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અંસાર બર્નીએ સરબજીત સિંહને છોડવા માટે માંગ્યા હતા 25 કરોડ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મે: સરબજીત સિંહની બહેન દલબીર કૌરે ગુરૂવારે પાકિસ્તાન પર ફટકાર વરસાવી હતી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં પાકિસ્તાનને કાયર ગણાવ્યું હતું. તેમને કહ્યું હતું કે પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ સરબજીતની મુક્તિ માટે 25 કરોડ માંગ્યા હતા. જો 25 કરોડ રૂપિયા તેમને આપ્યા હોત તો સરબજીત સિંહ જીવતો હોત.

દલવીર કૌરે પાકિસ્તાનને લલકારતાં કહ્યું હતું કે તે એવા સરબજીતો માટે લડતી રહેશે જે પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમને કહ્યું હતું કે જોશે કે તાલિબાન તેમનું બગાડી લેશે.?

દલબીર કૌરે ગુરૂવારે દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે સરબજીત સિંહ સાથે જે કંઇપણ થયું છે તે એક ભારતીય હોવાના કારણે થયું છે. તેમને કહ્યું હતું કે તે વર્ષ 2005થી કહેતી આવી છે કે નિર્દોષને સજા મળતી નથી તેનું કતલ થાય છે. ત્યારે આજે પાકિસ્તાન કરી બતાવ્યું છે જેને મારા નિર્દોષ ભાઇની હત્યા કરી દિધી છે.

તેમને કહ્યું હતું કે લાહોરના જિન્ના હોસ્પિટલમાં હું કંઇપણ પુછતી હતી તો નર્સ અને ડોક્ટર હસતા હતા. મને તેમની હસી જોઇને લાગતું હતું કે તે બધા કંઇક છુપાવી રહ્યાં છે. તેમને ખબર હતી કે સરબજીત જીવીત નથી તે મૃત્યું પામ્યો છે. આજે આખા ભારતે એક થવું જોઇએ. તેમને કહ્યું હતું કે ભારતો સરબજીત દેશ માટે શહીદ થઇ ગયો છે.

દલબીર કૌરે કહ્યું હતું કે હાલના સમયે દેશના લોકોને જોવું જોઇએ કે પાકિસ્તાન સુધરવાનું નથી. જવાબ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે સરબજીત સિંહને લઇને યોગ્ય પ્રયત્નો કર્યા હોય તો સરબજીત જીવી શકત. તેમને કહ્યું હતું કે પાકિસ્તાન કાયર છે જેને નિર્દોષ સરબજીત સિંહની હત્યા કરી છે. તેમને સરબજીત સિંહની ઓતની તપાસ કરવાની માંગણી કરી છે.

English summary
Anguished sister of dead Indian prisoner Sarabjit Singh, Dalbir Kaur alleged that human rights activist Ansar Burney had demanded Rs 25 crore from her to bring Sarabjit back to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X