રાફેલ ડીલ અંગે સીએજી ઘ્વારા રાજ્યસભામાં રિપોર્ટ રજુ કરવામાં આવી

કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસ જે રીતે સતત પ્રહાર કરી રહી છે અને રાફેલ ડીલ અંગે બધા જ આરોપો લગાવી રહી

કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસ જે રીતે સતત પ્રહાર કરી રહી છે અને રાફેલ ડીલ અંગે બધા જ આરોપો લગાવી રહી છે, જે વચ્ચે આજે રાફેલ સોદા અંગે રાજ્યસભામાં કેગ ઘ્વારા તેની રિપોર્ટ રજૂ કરવામાં છે. નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસે પહેલાથી જ આ રિપોર્ટને ફગાવી દીધી છે અને કેગના વડાએ ખોટી રિપોર્ટ તૈયાર કરવાની ફરિયાદ કરી છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે સીએજી હેડ જાતે આ ડીલમાં સામેલ હતા, તેથી તેની રિપોર્ટ સ્વીકારી શકાતી નથી. કેગના અહેવાલમાં 126 એરક્રાફ્ટની તુલના અન્ય વિમાનો સાથે કરવામાં આવી છે. તે જણાવે છે કે 36 રાફેલ ડીલમાં ભારત 17.08 ટકા પૈસા બચાવવામાં સફળ થયા છે.

Rafale deal

આ ઉપરાંત, રિપોર્ટમાં જણાવાયું છે કે 18 રાફેલ જેટ સંભવિત 126 વિમાન કરતાં ઓછા સમયમાં ભારતમાં લાવવામાં આવશે. 18 રાફેલ એરક્રાફ્ટના પ્રથમ કન્સાઇનમેન્ટ પાંચ મહિના પછી ભારતમાં આવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાછલી સરકાર ઘ્વારા કરવામાં આવેલી ડીલ કરતા આ ડીલ 2.8 ટકા ઓછી છે. પરંતુ આ રિપોર્ટમાં રાફેલ વિમાનની કિંમત વિશે કોઈ જાણકારી નથી આપવામાં આવી. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ડીલ હેઠળ જેટને નક્કી કરેલા સમયમાં ભારતમાં લાવવાની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અનિલ અંબાણીના મિડલ મેન તરીકે પીએમ મોદી કામ કરી રહ્યા હતા: રાહુલ ગાંધી

એક તરફ, કેગએ રાજ્યસભામાં તેનો રિપોર્ટ રજુ કર્યો છે, બીજી તરફ, સંસદની બહાર, કોંગ્રેસના તમામ નેતાઓ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, મનમોહનસિંહ, સોનિયા ગાંધી, આનંદ શર્મા, એકે એન્ટની સહિતના તમામ મહાન કોંગ્રેસ નેતાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રાફેલ ડીલ પર મનોહર પરિકરની નોટ આવી સામે, લખી હતી આ વાત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X