'કાવેરી નદીના પ્રવાહને રોકવામાં નહી આવે તો ટેક્સ ભરીશું નહી'

કાવેરી હિતરક્ષણ સમિતિના અધ્યક્ષ જી માદેગૌડાએ કહ્યું હતું કે અમે સરકારને એક સમયમર્યાદા જણાવી દિધી છે. જો ગુરૂવાર સાંજ સુધી પાણીના પ્રવાહને રોકવામાં નહી આવે તો લોકો ટેક્સની ચૂકવણી નહી કરીને સવિનય આંદોલન શરૂ કરશે. કર્ણાટક સરકાર હાઇકોર્ટના નિર્દેશોનુસાર રવિવારે 9,000 ક્યૂસેક પાણી છોડવાની છે.
પૂર્વ સાંસદ ગૌડાએ કહ્યું હતું કે તેમને પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાની વિનંતી પર અનિશ્ચિત અનશન નહી કરવાનો નિર્ણય કર્યો હતો. રૈયત સંઘ( કિસાન સંગઠન)ના નેતાઓએ કહ્યું હતું કે ગુરૂવારે બેંગ્લોરમાં રાજભવનનો ઘેરાવો કરશે અને રાજ્યપાલ એચ આર ભારદ્વાજ પાસે જળ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને રાજ્યના હિતોની સુરક્ષા માટે માંગણી કરશે.












Click it and Unblock the Notifications
