For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલગેટ: એટર્ની જનરલ-કાનૂનમંત્રીએ કરાવ્યા CBI રિપોર્ટમાં ફેરફાર

|
Google Oneindia Gujarati News

ranjit sinha
નવી દિલ્હી, 6 મે: કોલસા ઘોટાળાની સ્ટેટસ રિપોર્ટ પર સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં બીજું સોગંધનામુ દાખલ કર્યું. જોકે સુપ્રીમ કોર્ટે સીબીઆઇ સરકારી દખલ અંગે જવાબ માગ્યો હતો. ગયા સપ્તાહે સીબીઆઇના સોગંધનામા પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે રિપોર્ટમાં ફેરફાર કરનારાઓના નામ માંગ્યા હતા. સીબીઆઇના બીજા સોગંધનામું પણ સરકારની પોલ ખોલી રહ્યું છે.

આ પહેલા સીબીઆઇએ સ્ટેટસ રિપોર્ટમાં ફેરફાર કરવાની વાતને કબૂલી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે તેણે કોલસા ઘોટાળા પર સ્ટેટસ રિપોર્ટ કાનૂનમંત્રી અને પીએમઓના અધિકારીઓને બતાવ્યો હતો. આની વચ્ચે ખબર છે કે સીબીઆઇ સૂત્રોના અનુસાર કાનૂનમંત્રી અશ્વિની કુમારે 3 મહત્વપૂર્ણ પેરેગ્રાફમાં ફેરફાર કરાવ્યા હતા.

સીબીઆઇ સૂત્રો અનુસાર કેટલાક ફેરફાર તો ઇંડેન્ટ અને વ્યાકરણથી સંબંધિત હતા, પરંતુ કાનૂનમંત્રી ઇચ્છતા હતા કે સીબીઆઇ 3 મહત્વપૂર્ણ બિંદૂઓની ભાષાને હળવું કરી દે.

અશ્વિની કુમારને લાગતું હતું કે સીબીઆઇ આ રિપોર્ટના આધાર પર જે નિર્ણય પર પહુંચી રહી છે તે અપરિપક્વ છે અને તેમણે સીબીઆઇ ડાયરેક્ટરને ખાસકરીને તેની ભાષાને હળવી કરવાનું કહ્યું હતું. અત્યાર સુધી કોંગ્રેસ એ કહી રહી હતી કે કાનૂનમંત્રીએ રિપોર્ટમાં વ્યાકરણ સુધાર્યું હતું આ ઉપરાંત તેમણે કોઇ અન્ય ફેરફાર કર્યા નહીં. સીબીઆઇ બાદ સરકાર માટે મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.

આ ઉપરાંત વરિષ્ઠ વકિલ પ્રશાંત ભુષણે જણાવ્યું કે 'સોગંધનામા અનુસાર કોલસા કૌભાંડના સ્ટેટસ રિપોર્ટને લઇને ત્રણ વખત બેઠક મળી હતી. કાનૂમંત્રીના કાર્યાલયમાં, એટર્ની જનરલના ઘરે અને સીબીઆઇના કાર્યાલયમાં બેઠક મળી હતી, જેમાં કાનૂનમંત્રી એટર્ની જનરલ અને કોલ મિનિસ્ટર હાજર હતા, અને દરેકે પોતપોતાની રીતે તેમાં ફેરફાર સૂચવ્યા હતા.'

આ સાથે તેમણે જણાવ્યું કે એટર્ની જનરલે બે વખત કોર્ટમાં ખોટૂ નિવેદન આપ્યુ કે તેમણે રિપોર્ટ જોયો ન્હોતો, માટે એ અદાલતનો અનાદર થયું કહેવાય માટે તેમની સામે અલગથી કાર્યવાહી થવી જોઇએ. તેમણે જણાવ્યું કે આ સોગંધનામા થકી સરકાર હવે ખુલ્લી પડી ગઇ છે. સીબીઆઇના અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે રિપોર્ટમાંથી કોઇના પણ નામ કાઢવામાં આવ્યા નથી. અને શું પરિવર્તન કરવામાં આવ્યા હશે તે તેમને યાદ નથી. આ દલિલ પર પ્રશાંત ભૂષણે પત્રકારોને જણાવ્યું કે સીબીઆઇના અધિકારીની આ વાત પર ભરોશો કરી શકાય નહીં.

English summary
The CBI director Ranjit Sinha on Monday filed a 9-page affidavit in the Supreme Court on the coal scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X