For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રકાશ જાવડેકર સહિત ત્રણ બીજેપી નેતાઓની આજે CBI કરી શકે છે પૂછપરછ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : સીબીઆઇ ભાજપાના રાજ્યસભાના સભ્ય પ્રકાશ જાવડેકર, ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટીના સંગઠન મહાસચિવ રામલાલની શુક્રવારે પૂછપરછ કરે તેવી સંભાવના છે. આ નેતાઓ એ સ્ટિંગ ઓપરેશનમાં દેખાયા હતા, જેમાં કથિત રીતે નકલી એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા તુલસી પ્રજાપતિની માને પ્રભાવિત કરવાના ઉપાયો પર ચર્ચા કરી રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે જાવડેકર, યાદવ અને રામલાલે સીબીઆઇએ સંપર્ક કર્યો છે અને એક પત્રકાર દ્વારા કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનના સંબંધમાં પૂછપરછ માટે એજન્સી પોતાની સમક્ષ ઉપસ્થિત થવા માટે કહી શકે છે. સીબીઆઇ સૂત્રોએ જણાવ્યું કે પૂછપરછ આવતી કાલે થઇ શકે છે.

Prakash javdekar
ત્રણેય નેતાઓએ આરોપોનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે તેઓ નિર્દોષ છે. જાવડેકરે જણાવ્યું કે તેઓ સીડીથી સંબંધિત બધા જ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. સ્ટિંગ ઓપરેશનમાં નેતાઓને કથિત રીતે એ વાત પર ચર્ચા કરતા બતાવ્યા છે કે કેવી રીતે પ્રજાપતિની માતા નર્મદાબાઇને સમજાવવામાં આવી રહ્યું છે કે તેઓ તેમનું સોગંધનામું પાછું લઇ લે. નર્મદાબાઇએ એવો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે કે તેમના પુત્રનું નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી છે. જોકે ભાજપાએ દાવો કર્યો છે કે સ્ટિંગ ઓપરેશનમાં ત્રણ નેતાઓની સામે કોઇ પણ પુરાવા નથી.

આની વચ્ચે સીબીઆઇએ નકલી એન્કાઉન્ટરના વધુ એક શિકાર સોહરાબુદ્દીન શેખના ભાઇ રુબાબુદ્દીનથી ભાજપાના વરિષ્ઠ નેતાઓ તરફથી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરમાં હત્યાની તપાસ બંધ થવાના પગલે પૂછપરછ કરી. પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહ પણ આરોપી છે. પ્રજાપતિ સોહરાબુદ્દીનનો મિત્ર હતો. સીબીઆઇ સૂત્રોએ જણાવ્યું કે રુબાબુદ્દીનને સ્ટિંગ ઓપરેશનના સિલસિલામાં સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો.

English summary
CBI likely to question three BJP leaders in Tulsi Prajapati case today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X