For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coal Scam: સરકારના જુઠ્ઠાણાને નહીં વાગોળે સીબીઆઇ!

|
Google Oneindia Gujarati News

cbi
નવી દિલ્હી, 14 એપ્રિલ: યુપીએ સરકારની વધુ એક ફજેતી સામે આવતી દેખાઇ રહી છે. એક અંગ્રેજી અખબારના હવાલાથી આવી રહેલા સમાચાર અનુસાર સીબીઆઇ નિર્દેશક રંજીત કુમાર સિન્હાએ સરકારના દબાવમાં ઝૂકી જવાનો ઇનકાર કરી દીધો છે.

સરકાર ઇચ્છતી હતી કે રંજીત કુમાર 26 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપે કે કાનૂનમંત્રી અશ્વિની કુમારે કોલસા કૌભાંડમાં દાખલ તપાસ રિપોર્ટમાં કોઇ ફેરફાર કરાવ્યો નથી. સીબીઆઇ નિર્દેશકે એવું કરવાનો ઇનકાર કરી દીધો છે.

અંગ્રેજી અખબારમાં સૂત્રોના હવાલાથી મળેલા એ સમાચાર પણ છપાયા છે કે સરકાર ઇચ્છતી હતી કે સુપ્રીમ કોર્ટની મામે રંજીત કુમાર એ વાતથી પણ ઇનકાર કરી દે કે કોલસા કૌભાંડના સ્ટેટસ રિપોર્ટ પર ચર્ચા માટે કાનૂન મંત્રીએ તેમને બોલાવ્યા હતા. પરંતુ સીબીઆઇ નિર્દેશકે નક્કી કરી લીધું છે કે તે ખોટું સોગંધનામુ સુપ્રીમ કોર્ટમાં નહીં આપે.

જોકે 12 માર્ચના રોજ એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સીબીઆઇએ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સરકારને સુપરત કર્યો નથી એ સંપૂર્ણપણે ગુપ્ત છે. જોકે સરકાર તરફથી આપવામાં આવેલા વિશ્વાસ બાદ પણ સુપ્રીમ કોર્ટે સીબીઆઇ નિર્દેશકને કહ્યું હતું કે તે પોતાના તરફથી એક સોગંદનામુ કાખલ કરે કે તેમણે પોતે આ રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેમાં સરકારે કોઇ દખલ નથી કરી અને આગળ પણ નહીં કરે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સીબીઆઇ નિર્દેશક કોર્ટની સામે ખોટું બોલવા નથી માંગતા.

English summary
CBI director Ranjit Kumar Sinha has refused to file an affidavit in the Supreme Court on April 26 to support government's claim that law minister Ashwini Kumar did not vet the report which the agency submitted to the apex court on the status of its investigation into the Coalgate scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X