For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે નરેન્દ્ર મોદીને ફેંક્યો ખુલી ચર્ચાનો પડકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manish-tewari
નવી દિલ્હી, 25 જુલાઇ: કોંગ્રેસે ગુરૂવારે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં તેમના શાસનના મોડલ પર ખુલી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો અને સાથે જ આર્થિક મંદી માટે યુપીએ પર વિપક્ષી દળના હુમલાને બકવાસ ગણાવ્યા હતા. સૂચના પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ વિભિન્ન મુદ્દાને લઇને ભાજપ પર મનમૂકીને પ્રહાર કર્યા હતા અને સાથે જ અમર્ત્ય સેન વિરૂદ્ધ ભાજપના હુમલાને લઇને તેમના પર 'ફાસિજ્મ' અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

મનીષ તિવારી સંવાદ તિવારીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની રોજ એક મુદ્દા પર નિવેદન આપવાની ટેવ છે, જો તે ગુજરાતના શાસન મોડલ પ્રત્યે એટલો વિશ્વાસ છે તો તે આવે અને અમારા સાથે કોઇપન દિવસે તેમની પસંદગીની જગ્યાએ અને બંધારણમાં ચર્ચા કરે. મનીષ તિવારીએ કહ્યું હતું કે ચર્ચાથી એ સ્પષ્ટ થઇ જશે કે શાસનના મોડલમાં કેટલો છે, દેશની જનતા નિર્ણય કરશે.

મનીષ તિવારીની આ ટિપ્પણી નરેન્દ્ર મોદીના તે આરોપ બાદ આવી હતી, જેમાં ભાજપના નેતાએ આરોપ લગાવ્યો હતો કે યુપીએમાં નેતૃત્વની કમી અને નીતિગત નિર્ણયના અભાવે દેશની અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતી માટે જવાબદાર છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તમે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં માનવાધિકારના ઉલ્લંઘનના મુદ્દે ચર્ચા કરવા માટે પડકાર ફેંકી રહ્યાં છો, કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે આ તો એટલો જ જગજાહેર છે કે તેના પર ચર્ચા કરવાની કોઇ જરૂરિયાત નથી.

ભાજપાના આ આરોપ વિશે ગરીબી રેખાના નીચે જીવન વિતાવનાર લોકોની સંખ્યા ઘટાડીને દર્શાવવી ગરીબોને સરકારી યોજનાઓથી વંચિત કરવાના કોંગ્રેસના 'ષડયંત્ર'નો ભાગ છે. મનીષ તિવારીએ કહ્યું હતું કે તે ચકિત છે કે કોઇ રાજકીય પક્ષ હકિકતમાં ગરીબીના દરમાં આવી રહેલા ઘટાડાને લઇને આટલો હલકો હવાલો આપી શકે. મનીષ તિવારીએ કહ્યું હતું કે આ વાસ્તવમાં વિચારધારાનો અંતર છે. યુપીએ સરકાર એવા દ્રષ્ટિકોણની દેશથી ગરીબી દૂર થઇ જવી જોઇએ, ભાજપ ગરીબોને હટાવવામાં વિશ્વાસ ધરાવે છે. અમારું માનવું છે કે ભૂખ મટવી જોઇએ, તે માને છે કે ભૂખ્યાને જવું જોઇએ.

મનિષ તિવારીએ ગરીબી યોજના આયોગના આંકડાને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે આ આંકડાને જાહેર થાય છે કે એનડીએ શાસનકાળના મુકાબલે યુપીએ શાસનકાળ દરમિયાન ગરીબી દરમાં ઘટાડો થવાની ગતિ વધારે છે.

English summary
The Congress on Thursday dared Narendra Modi to an open debate on his governance model in Gujarat, while rubbishing his attack on the UPA for the economic slowdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X