For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandrayaan2 બનશે સંપૂર્ણ સફળ મિશન, જાણો આગળ

ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન 2 મિશનની આંશિક સફળતા ત્યારે આકાશે આંબી જ્યારે ઈસરોના ચીફ કે. સિવને શનિવારે એટલે કે 7 સપ્ટેમ્બરની રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લેન્ડર વિક્રમનું લોકેશન મળી ગયું છે.

|
Google Oneindia Gujarati News

ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન 2 મિશનની આંશિક સફળતા ત્યારે આકાશે આંબી જ્યારે ઈસરોના ચીફ કે. સિવને શનિવારે એટલે કે 7 સપ્ટેમ્બરની રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લેન્ડર વિક્રમનું લોકેશન મળી ગયું છે. ઈસરો ચીફે કહ્યું કે ઓર્બિટરે લેન્ડર વિક્રમની થર્મલ તસવીર મોકલી છે. ત્યારથી દેશભરમાં ચંદ્રયાન 2 મિશન સફળ થવાની આશા વધી ગઈ છે. તમને કદાચ વિશ્વાસ નહીં થાય, પરંતુ જ્યારે મિશન ચંદ્રયાન 2 નિષ્ફળ જવાની નિરાશામાં આખો દેશ દુઃખી હતો ત્યારે જ્યોતિષવિદ્ પંડિત શીલભૂષણ શર્માએ જ્યોતિષીય ગણિતથી ચંદ્રયાન 2 મિશન સફળ હોવાની જાહેરાત કરી હતી.

Chandrayaan2

જી હાં, આ સાચું છે. પંડિત શીળભૂષણ શર્માની ભવિષ્ય વાણી પ્રમાણે જ્યારે ઓર્બિટરથી લેન્ડર વિક્રમનો સંપર્ક તૂટ્યો ત્યારે ભારતની પૂર્વ ક્ષિતિજ પર મિથુન રાશિ અસ્ત થઈ રહી હતી અને કર્કનો ઉદય થઈ રહ્યો હતો. તેમના પ્રમાણે મધ્યલોચન નક્ષત્ર જ્યેષ્ઠા પર લગ્નેશ ચંદ્રમાનો સંચાર, નીચ રાશિ ચંદ્ર પર રાશિ મંગળની દ્રષ્ટિ અને ચંદ્ર ગુરુની યુતિ, યાત્રા શરૂ થથા પહેલા જ્યોતિષિય યોગનું વિશ્લેષણ આ યાત્રાની પૂર્ણ સફળતાની માહિતી આપે છે.

જ્યોતિષવિદ્ શર્મા જ્યોતિષિય ગણિત પ્રમામે ચંદ્રયાન 2 પોતાના મિશનમાં સંપૂર્ણ સફળ રહેશે. તેમના ગણિત પ્રમાણે ઓર્બિટર અને લેન્ડર વિક્રમ વચ્ચે કમ્યુનિકેશન થશે અને આ સંબંધ ટૂંક સમયનો હોવાની શક્યતા છે. પણ જો તમે રવિવારે ઈસરો ચીફ કે. સિવનના નિવેદન પર ધ્યાન આપ્યું હોય તો તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ મળી ગયું છે, પરંતુ સંપર્ક નથી થઈ રહ્યો. કે. સિવને જાહેરાત દરમિયાન કહ્યું કે ઓર્બિટરે લેન્ડરની થર્મલ તસવીર પાડી છે, જે પં. શીલભૂષણ શર્માની ભવિષ્યવાણી સાચી પાડી રહી છે.

આ પણ વાંચો: Chandrayaan 2: 10 વર્ષના ટાબરિયાંએ ISROને ચિઠ્ઠી લખી, કહી એ વાત જેનો કોઈને અંદાજો પણ નહિ હોય

ઉલ્લેખનીય છે કે પંડિત શીલભૂષણ શર્માએ આ ભવિષ્યવાણી 6 ડિસેમ્બર 2019ના રોજ કરી હતી. પોતાની ભવિષ્યવાણીમાં તેમણે કહ્યું હતું કે લેન્ડર વિક્રમનો ઓર્બિટર સાથે સંબંધ સ્થફાશે અને રવિવારે તેને સમર્થન પણ મળ્યું. જ્યારે ઈસરો ચીફે તેની જાહેરાત કરી. હકીકતમાં તો શનિવારે 7 સપ્ટેમ્બરે લેન્ડર વિક્રમ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાનું હતું, પરંતુ ચંદ્રની સપાટીના 2.1 કિલોમીટર પહેલા જ તેનો સંપર્ક તૂટી ગયો, બાદમાં મિશન ચંદ્રયાન 2ના ભવિષ્યને લઈ આખા દેશમાં નિરાશાનો માહોલ છવાયો.

Chandrayaan2

જ્યોતિષવિદની અત્યાર સુધી સાચી પડેલી ભવિષ્યવાણીને કારણે આશાને પાંખો આવી છે, કારણ કે તેમની આગાહી પ્રમાણે ચંદ્રયાન 2 સક્સેસફુલ હશે. ઈસરોના ચીફ કે. સિવન પણ વિક્રમનું લોકેશન મળ્યા બાદ મિશનની સફળતા માટે આશાવાદી થયા છે. તેમણે કહ્યું કે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશિશ થઈ રહી છે. વિક્રમ ચંદ્રની સપાટી પર અથડાવાથી નુક્સાન થયું હોઈ શકે છે, જો કે હજી સુધી આવા કોઈ સંકેત પણ નથી મળ્યા.

મનાઈ રહ્યું છે કે લેન્ડર વિક્રમ સુરક્ષિત છે અને ટૂંક સમયમાં જ ગ્રાઉન્ડ સ્ટેશન લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવામાં સફળ થઈ શકે છે. કારણ કે ચંદ્રની સપાટી પર રહેલું લેન્ડર વિક્રમ હજી પણ પાવર જનરેશન અને સોલાર પેનલની મદદથી બેટરી રિચાર્જ કરી શકે છે. 1.471 કિલોગ્રામ વજનનું લેન્ડર વિક્રમ ચંદ્રના સાઉથ પોલને એક્સપ્લોર કરનારું પહેલું મૂન મિશન છે. લેન્ડર વિક્રમ ઉપરાંત છ પૈડાવાળું રોવર પ્રજ્ઞાન પણ આ મિશનનો ભાગ છે. લેન્ડર વિક્રમને સાઉથ પોલ પર 3 પ્રયોગ કરવાના છે, તો રોવર પ્રજ્ઞાન 2 પ્રયોગ પૂરા કરશે.

આ પણ વાંચો: Chandrahyaan 2: લેંડર વિક્રમ સાથે આ કારણે નથી થઈ રહ્યો સંપર્ક, ચંદ્રયાન 1ના ડાયરેક્ટરે જણાવ્યુ કારણ

ઈસરોના કહેવા પ્રમાણે ચંદ્રયાન 2 મિશનની સફળતા રોશનીવાળા લૂનર ડે એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી સંભવિત છે. આગામી 12 દિવસમાં ગાઉન્ડ સ્ટેશનથી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશિશ થશે. અંતરિક્ષના વૈજ્ઞાનિકોનું માનીએ તો ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરમાં એવી ટેક્નોલોજી છે કે પડ્યા પછી તે પોતાની જાતને ઉભુ કરી શકે છે, પરંતુ તેના માટે કમ્યુનિકેશન થવું અને કમાન્ડ પહોંચવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર પડી જવાથી ઈસરો નિરાશ નથી. કારણ કે વિક્રમ લેન્ડર નક્કી જગ્યાથી માત્ર 500 મીટર દૂર જ ચંદ્રની જમીન પર પડ્યું છે. પરંતુ જેવો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થશે તો તરત જ તે ગ્રાઉન્ડ કમાન્ડથી પોતાના પગ પર ઉભું થઈ શકે છે. ઈસરોના વૈજ્ઞાનિક પણ એ પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ રીતે વિક્રમ લેન્ડર પોતાના પગ પર ઉભુ થાય તેટલા કમાન્ડ આપી શકાય. જો પંડિત શીલભૂષણની આગાહીની વાત કરીએ તો તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઓર્બિટરથી લેન્ડર વિક્રમ સાથે અલ્પકાલીન સંપર્ક થઈ શકે છે.

Chandrayaan2

મળતી માહિતી પ્રમાણે વિક્રમ લેન્ડરમાં એક ઓનબોર્ડ કમ્પ્યુટર છે, જે પોતાને જાતે જ ઉભુ કરી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બને જ્યારે ગ્રાઉન્ડ સ્ટેશનથી કોઈ રીતે સંપર્ક સાધી શકાય. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ માટે વિક્રમની નીચે પાંચ થ્રસ્ટર્સ લાગેલા છે. અને ચારે તરફ પણ થ્રસ્ટર લાગેલા છે. જે અવકાશમાં તેની દિશા નક્કી કરવા ચાલુ કરાતા હતા. તે સુરક્ષિત છે.

કહેવાઈ રહ્યું છે કે વિક્રમના એક ભાગથી તેનું એન્ટેના દબાઈ ગયું છે, અને તે જ ભાગમાં થ્રસ્ટર પણ છે. જો ગ્રાઉન્ડ સ્ટેશનના કમાન્ડ સીધા કે ઓર્બિટર દ્વારા એન્ટીના રિસિવ કરી લે તો થ્રસ્ટર્સ ઓન કરી શકાય છે અને વિક્રમ એક તરફથી ફરી પોતાના પગ પર ઉભુ થઈ જશે. જો આવું થયું તો મિશનના તમામ પ્રયોગ થઈ શક્શે. જે ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 2ને લઈ નક્કી કર્યા હતા. અને ચંદ્રયાન 2 સંપૂર્ણ સફળ મનાશે.

આ પણ વાંચો: ચંદ્રયાન 2 લેન્ડર વિક્રમથી માત્ર સંપર્ક જ ન્હોતો તૂટ્યો, જાણો બીજુ શું થયુ

English summary
chandrayaan 2 astrologist said mission will be 100 percent successfull
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X