For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રેલવેને 2,35,000 કરોડની ફાળવણી કેમ કરી?' છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે સાધ્યુ નિશાન

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે બજેટ વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે રેલવે બજેટને ફાળવેલા 2.40 લાખ કરોડ માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Budget 2023 Reactions: દેશનુ સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યુ. બજેટમાં નાણામંત્રીએ રેલવે માટે બહુ મોટુ એલાન કર્યુ છે. આના પર છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને સવાલ કર્યો કે, 'રેલવેને 2,35,000 કરોડની ફાળવણી કેમ કરી છે?'

bhupesh baghel

બજેટ ભાષણ પછી છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરી. જેમાં તેમણે કહ્યુ કે રેલવેને લગભગ 2,35,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શું આ પૈસા કર્મચારીઓ માટે છે? કે નવી ભરતીઓ માટે છે? આ દરમિયાન સીએમ બઘેલે સવાલ કર્યો હતો કે એરપોર્ટ વેચતા પહેલા તેની સુધારણામાં હજારો કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, આ ક્યાંક એવુ તો નથીને? બાદમાં એરપોર્ટને ખાનગી હાથમાં વેચી દેવામાં આવ્યુ હતુ. કેન્દ્ર સરકારની આવી જ વિચારસરણી તો નથીને.

સીએમ બઘેલે કહ્યુ કે ખાનગી કંપનીઓને વેચતા પહેલા તે માત્ર રેલવેના આધુનિકીકરણ માટે છે. તેમણે કહ્યુ કે આને નિર્મલા સીતારમણનું 'નિર્દય' બજેટ કહી શકાય. યુવાનો, ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ કે અનુસૂચિત જાતિ માટે આ બજેટમાં કંઈ નથી. તે કેવળ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ હતુ. બજેટમાં છત્તીસગઢ માટે કંઈ નથી.

તમને જણાવી દઈએ કે બજેટમાં રેલવે માટે કુલ 2.40 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ નાણાં રેલવે ટ્રેકને સુધારવામાં તેમજ મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓમાં મદદ કરશે. આ વર્ષના રેલ બજેટમાં અધૂરા પ્રોજેક્ટને પૂરા કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પણ ધ્યાન આપવામાં આવશે. હાઇ સ્પીડ ટ્રેનોને ટૂંક સમયમાં કાર્યરત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મોદી સરકાર સમગ્ર રેલવે સિસ્ટમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે રેલ બજેટમાં 20-25 ટકાનો વધારો કરવા પર કામ કરી રહી છે.

English summary
Chhattisgarh CM Bhupesh Baghel react on Railway Budget 2023-24
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X