For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહની સિક્યુરિટી પાછળ કેટલો ખર્ચ? CICએ જણાવવાનો કર્યો ઈનકાર

માહિતી અધિકારનો ઉપયોગ કરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સિક્યોરિટી પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગે માહિતી માંગવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ માહિતી અધિકારનો ઉપયોગ કરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સિક્યુરિટી પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગે માહિતી માંગવામાં આવી હતી. જો કે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC)એ ખાનગી માહિતી હોવાનું અને સુરક્ષાનું કારણ જણાવી માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે. કયા નિયમ અંતર્ગત વ્યક્તિગત સુરક્ષા આપવામાં આવી રહી છે અને તેમનો ખર્ચો કોણ ઉઠાવે છે તે અંગે પણ માહિતી માંગવામાં આવી હતી. જો કે કમિશને આ માહિતી આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ પણ વાંચો- PIC: દુશ્મનને કંફ્યૂઝ કરી દે છે નરેન્દ્ર મોદીના સુરક્ષા ગાર્ડ

દિપક જુનેજાએ માંગી માહિતી

દિપક જુનેજાએ માંગી માહિતી

દિપક જુનેજા દ્વારા 5 જુલાઈ 2014ના રોજ આ અરજી કરવામાં આવી હતી, તે સમયે અમિત શાહ રાજ્યસભાના સભ્ય ન હતા. ઉપરાંત સરકારે કોને-કોને સુરક્ષા આપી છે તે અંગે પણ દિપકે માહિતી માંગી છે. ગૃહ મંત્રાલયે અરજી ફગાવતા કહ્યું કે માહિતી જાહેર થવાથી વ્યક્તિનો જીવ જોખમાય શકે છે તેથી કલમ 8(1)(જી) અંતર્ગત માહિતી આપવાનો ઈનકાર કરી દીધો. વધુમાં આરટીઆઈ એક્ટના સેક્શન 8(1)(જે)નો પણ ઉલ્લેખ કર્યો જે અંતર્ગત ખાનગી માહિતી માંગી હોય તો અરજી ફગાવી શકે છે. અગાઉ સીઆઈસીએ માહિતી આપવા બાબતે સમર્થન ન આપ્યું અને તેને સંસદમાં પણ જાહેર કરવામાં નહોતી આવી.

માહિતી આપવાનો કર્યો ઈનકાર

માહિતી આપવાનો કર્યો ઈનકાર

દિપક જૂનેજાએ સીઆઈસીના ઓર્ડરને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો જ્યાં વિભુ બખરુની ટ્રાન્સપરન્સી પેનલને તે પરીક્ષણ કરવાની જરૂર પડી કે અરજદારે માંગેલી માહિતી માહિતી ખાતાની કલમ 8 (1)ની (જી) અને (જે)અંતર્ગત માહિતી આપવાથી મુક્તિ આપવામાં આવે છે કે નહીં.

આયોગે બંને પક્ષને સાંભળ્યા

આયોગે બંને પક્ષને સાંભળ્યા

આયોગે બાદમાં જુનેજા અને ગૃહ મંત્રાલયના પક્ષને સાંભળ્યા. સૂચના આયુક્ત યશોવર્ધન આઝાદે પોતાના આદેશમાં કહ્યું કે જુનેજાએ દલીલ કરી હતી કે જે-તે વ્યક્તિ ખતરાની આશંકાને પગલે જરૂરી કામકાજ નથી કરી સકતા તેવા પ્રતિષ્ઠિત વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી સરકારની છે.

માહિતી જાણવાનો અધિકાર છે

માહિતી જાણવાનો અધિકાર છે

જો કે અરજદારે કહ્યું કે અંગત લોકો પાછળની ઝેડ પ્લસ સિક્યોરિટીનો ખર્ચો સરકારી તિજોરીમાંથી ન કરવો જોઈએ. જુનેજાએ કહ્યું કે, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જુલાઈ 2014થી ગૃહ મંત્રાલયે ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપી હતી ત્યારે તેઓ કોઈ સંવૈધાનિક કે વૈધાનિક પદ પર પણ નહોતા." એમણે કહ્યું કે આ જનતાના પૈસા છે તેથી તેમને આ અંગે જાણવાનો અધિકાર છે.

English summary
deepak juneja filed rti to seek information about security expenses of amit shah, cic rejected application.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X