For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા સંશોધન બિલ પર આ 8 ભ્રામક વાતો, સરકારે આપ્યો જવાબ

નાગરિકતા સંશોધન બિલ પર આ 8 ભ્રામક વાતો, સરકારે આપ્યો જવાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલને લોકસબાથી મંજૂરી મળ્યા બાદ આજે રાજ્યસભામાં રજૂ કરવામા આવશે. ગૃહમંત્રી અમિત શાહ આ બિલને રાજ્યસભામાં રજૂ કરશે જેનાપર બપોર બાદ સદનમાં ચર્ચા થશે. ભાજપે પોતાના સાંસદોને આજે રાજ્યસભામાં ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે. જ્યારે આ બિલનો પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. આસામ અને ત્રિપુરામાં આ બિલનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે વિપક્ષ સરકાર પર આ બિલ દ્વારા મુસ્લિમો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ અલ્પસંખ્યક શર્ણાર્થિઓને નાગરિકતા આપવાનું પ્રાવધાન છે. આ બિલને લઈ 8 ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે, જેનો સરકાર એક એક કરી જવાબ આપી રહી છે.

citizenship amendment bill

માન્યતા- 1. નાગરિકતા સંશોધન બિલ બંગાળી હિન્દુઓને નાગરિકતા પ્રદાન કરશે

વાસ્તવિકતા- નાગરિકતા સંશોધન બિલ બંગાળી હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન નથી કરતો. આ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છ અલ્પસંખ્યક સમુદાયોના લોકો માટે બનાવવામાં આવી રહેલ કાનૂન છે. જેને માનવીય આધાર પર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે કેમ કે અલ્પસંખ્યક સમુદાયના આ લોકો ધાર્મિક ઉત્પીડનને કારણે આ ત્રણ દેશમાથી ભાગવા માટે મજબૂર થયા હતા.

માન્યતા-2. નાગરિકતા સંશોધન બિલ આસામ સમજૂતીને કમજોર કરે છે

વાસ્તવિકતા- જ્યાં સુધી કટ ઑફ ડેટાનો સવાલ છે, આ નાગરિકતા સંશોધન બિલ આસામ સમજૂતીને કમજોર નથી કરતું.

માન્યતા- 3. નાગરિકતા સંશોધન બિલ આસામના મૂળ નિવાસીઓના હિતની વિરુદ્ધ છે

વાસ્તવિકતા- નાગરિકતા સંશોદન બિલ માત્ર આસામ પર કેન્દ્રિત નથી. આ આખા દેશ માટે માન્ય છે. નાગરિકતા સંશોધન બિલ નિશ્ચિત રૂતે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરની વિરુદ્ધ નથી.

માન્યતા- 4. નાગરિકતા સંશોધન બિલથી બંગાળી ભાષી લોકોનું વર્ચસ્વ વધશે

વાસ્તવિકતા- મોટાભાગના હિન્દુ બંગાળી વસ્તી આસામના બરાકી ઘાટીમાં વસે છે, જ્યાં બંગાળીને બીજી રાજ્ય ભાષા ઘોષિત કરવામા આવી છે. બ્રહ્મપુત્ર ઘાટીમાં હિન્દુ બંગાળી અલગ-અલગ વસ્યા છે અને તેમણે આસામી ભાષાને અપનાવી લીધી છે.

માન્યતા-5. બંગાળી હિન્દુ આસામ માટે ભાર સમાન બની જશે

વાસ્તવિકતા- નાગરિકતા સંશોધન બિલ આખા દેશમાં લાગૂ છે. ધાર્મિક ઉત્પીડનનો સામનો કરનાર વ્યક્તિ માત્ર આસામમા જ નથી વસ્યા. તેઓ દેશના અન્ય ભાગોમાં પણ વસેલા છે.

સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યસભામાં આજે રજૂ થશે નાગરિકતા સંશોધન બિલસરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યસભામાં આજે રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ

માન્યતા-6. નાગરિકતા સંશોધન બિલ બાંગ્લાદેશથી હિન્દુઓના નવા પ્રવાસનને વધારવાનું કામ કરશે

વાસ્તવિકતા- મોટાભાગના અલ્પસંખ્યક પહેલાં જ બાંગ્લાદેશથી પલાયન કરી ચૂક્યા છે. આ ઉપરાંત હાલના વર્ષોમાં બાંગ્લાદેશમાં તેમના પર અત્યાચારના મામલામાં ઘટાડો થયો છે. જ્યાં સુધી શરણાર્થિઓને નાગરિકતા આપવાનો સવાલ છે તો 31 ડિસેમ્બર 2014ની કટ ઑફ તારીખ છે અને નાગરિકતા સંશોધન બિલ અંતર્ગત કટ ઑફ તારીખ બાદ ભારતમાં આવ્યા છે તેવા અલ્પસંખ્યક શરણાર્થિઓને તેનો લાભ નહિ મળી શકે.

માન્યતા- 7. આ બિલ હિન્દુ બંગાળીઓને સમાયોજિત કરી આદિવાસી ભૂમિ હડકવા માટેનો હથકંડો છે

વાસ્તવિકતા- મોટાભાગની હિન્દુ બંગાળી વસ્તી આસામના બરાકી ઘાટીમાં વસી રહી છે જે આદિવાસી વિસ્તારથી ઘણી દૂર છે. બીજી મહત્વની વાત એ છે કે આ બિલ આદિવાસી ભૂમિ સંરક્ષણ માટે કાનૂનો અને નિયમોમાં વિરોધાભાસ પેદા નથી કરતું. નાગરિકતા સંશોધન બિલ તેવા ક્ષેત્રોમાં લાગૂ નથી થતું જ્યાં આઈએલપી અને સંવિધાનની છઠી અનુસૂચીના પ્રાવધાન લાગૂ થાય છે.

માન્યતા-8. નાગરિકતા સંશોધન બિલ મુસલમાનો સાથે ભેદભાવ કરે છે

વાસ્તવિકતા- કોઈપણ દેશના કોઈપણ વિદેશી નાગરિક ભારતીય નાગરિકતા માટે નાગરિકતા અધિનિયમ 1955ના હાલના પ્રાવધાન મુજબ યોગ્ય હશે તો અરજી કરી શકે છે. નાગરિકતા સંશોધન બિલ આ પ્રાવધાનોમાં કોઈપણ પ્રકારની છેડછાડ નથી કરતું. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ 9 અલ્પસંખ્યક સમુદાયના શરણાર્થિઓને નાગરિકતા આપવાનું પ્રાવધાન છે.

English summary
citizenship amendment bill: modi sarkar issues 8-point explainer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X