For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યસભામાં આજે રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ

સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યસભામાં આજે રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં ભલે પાસ થઈ ગયું પરંતુ હજી રાજ્યસભામાં પાસ થવાનું બાકી છે. બુધવારે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રસ્તાથી લઈ સંસદમાં ચાલી રહેલ વિરોધ વચ્ચે બુધવારે રાજ્યસભામાં વિવાદિત નાગરિકતા સંશોધન બિલ પર 2 વાગ્યે ચર્ચા શરૂ થશે. લોકસભામાં દલીલો બાદ કેટલાક રાજનૈતિક દળોએ પોતાના વલણમાં બદલાવ કર્યો છે, તો કેટલાક બિન-ભાજપી અને બિન કોંગ્રેસી દળો બિલના સમર્થનમાં આવ્યા છે. લોકસભામાં 334 વોટથી બિલ પાસ થઈ ગયું. વિરોધમાં માત્ર 106 વોટ પડ્યા હતા. બુધવારે હવે બિલ રાજ્યસભામાં આવવાનું છે જેના સમીકરણ જટિલ પણ છે અને સતત બદલાતા દેખાઈ રહ્યા છે.

રાજ્યસભાનું અંક ગણિત

રાજ્યસભાનું અંક ગણિત

હાલ રાજ્યસભામાં સાંસદોની કુલ સંખ્યા 240 છે. એટલે કે બિલ પાસ કરાવવા માટે 121 સાંસદ જોઈએ. એનડીએ પાસે 116 સાંસદોનું સમર્થન છે. બીજેડીના 7 સાંસદ બિલના સમર્થનમાં વોટ આપશે. વાઈએસઆર કોંગ્રેસના 2 સાંસદો પણ બિલનું સમર્થન કરી શકે છે. એટલે કે એનડીએને 12 સાંસદોનું સમર્થન મળતું દેખઆઈ રહ્યું છે. પરંતુ આ સમીકરણ બદલાઈ પણ શકે છે કેમ કે 6 સાંસદો વાળા જેડીયૂમાં બિલ પર મતભેદ સામે આવી ચૂક્યો છે. આવી જ રીતે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યસભામાં સમર્થન માટે નવો ઈશારો કર્યો છે. ટીઆરએસના 6 સાંસદ બિલના વિરોધમાં વોટ કરશે. ટીઆરએસ નેતા કેશ રાવે એનડીટીવીને કહ્યું હતું કે, 'બિલ ભારતની સોચની વિરુદ્ધ છે. અમે તેની વિરુદ્ધમાં મતદાન કરશું.'

આ પાર્ટીઓએ કરી માંગણી

આ પાર્ટીઓએ કરી માંગણી

હજુ પણ વધુ સંકટ છે. બિલનું સમર્થન કરી રહેલ બીજેડીએ બિલમાં સંશોધનની માંગ કરી છે. બીજેડી નેતા પ્રસન્ના આચાર્યાએ એનડીટીવીને કહ્યું કે, 'અમે બિલના સમર્થનમાં મતદાન કરશું. પરંતુ અમે માંગ કરીએ છીએ કે શ્રીલંકાઈ તમિલોને પણ બિલમાં સામેલ કરવામાં આવે.' એઆઈએડીએમકે પહેલા જ બિલમાં શ્રીલંકાઈ તમિલોને સામેલ કરી તેમને નાગરિકતા આપવાની માંગ કરી ચૂકી છે. ટીઆરએસ પણ આ બંને પાર્ટીઓ સાથે જ ઉભી દેખાઈ રહી છે.

સરકાર માટે પડકાર

સરકાર માટે પડકાર

સરકાર બિલને લોકસભામાં આસાનીથી પાસ કરાવવામાં સફળ રહી, પરંતુ રાજ્યસભામાં ખરી કસોટી થનાર છે. સરકારે આંકડા જરૂર મેળવી લીધા છે પરંતુ રાજ્યસભામાં સરકારે બિલનું સમર્થન કરી રહેલ પાર્ટીઓ તરફથી કરવામા આવી રહેલ સંશોધનની માંગથી નિપટવું પડશે. ત્યારે જોવાનું રહેશે કે શું રાજ્યસભામાં આ વખતે બિલ પાસ થઈ જાય છે કે કેમ.

વેબસાઈટ કે ફેસબુક પેજથી પૈસા કમાવવાનો જબરદસ્ત મોકો, જાણોવેબસાઈટ કે ફેસબુક પેજથી પૈસા કમાવવાનો જબરદસ્ત મોકો, જાણો

English summary
citizenship amendment bill will be presented in rajya sabha today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X