For Quick Alerts
For Daily Alerts

કોંગ્રેસે આકાશ,જમીન અને પાતાળ વેચી નાખ્યા: ભાજપ
13,સપ્ટેમ્બર,ચઈબાસા( ઝારખંડ ): કોંગ્રેસના એક પછી બહાર આવી રહેલા કૌભાંડો અંગે ભાજપએ આકરી ટિકા કરતા કહ્યુ હતુ કે કોંગ્રેસે દરેક પ્રકારના કૌભાંડો કરીને આકાશ, ,જમીન અને પાતાળ વેચી નાખ્યા છે.
ભાજપના મહામંત્રી ધર્મેશ પ્રધાને ટુજી, આદર્શ હાઉસિંગ સોસાઇટી, એરર્પોટ લેન્ડ સ્કેમ અને કોલસા કૌભાંડનો ઉલ્લેખ કરતા જ્ણાવ્યુ હતુ કે ' કોંગ્રેસે દરેક પ્રકારના કૌભાંડો કરીને આકાશ, ,જમીન અને પાતાળ વેચી નાખ્યા છે.'
પાર્ટીની યુવા પાંખ દ્વારા આયોજીત અહિ એક રેલીને તેઓ ' કોંગ્રેસ હટાવો દેશ બચાવો' અભિયાન હેઠળ સંબોધી રહ્યા હતા. તેમણે પાર્ટીના યુવા કાર્યકરોને કોંગ્રેસના નેજા હેઠળની કેન્દ્રની યુપીએ સરકારને સત્તા પરથી ફગાવી દેવાની હાકલ કરી હતી.
Comments
English summary
BJP leader Dharmendra Pradhan today alleged Congress was associated with one scam after another and, in doing so, sold "akash (sky), zameen (earth) and pataal (underground)".