For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢઃ સીટોને લઈ કોંગ્રેસમાં ઘમાસાણ, રાયપુર પાર્ટી ઑફિસમાં તોડફોડ

છત્તીસગઢઃ સીટને લઈ કોંગ્રેસમાં ઘમાસાણ, પાર્ટી ઑફિસમાં તોડફોડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સીટની વહેંચણીને લઈને આંતરીક વિખવાદ પેદા થયો છે. પહેલા જ્યાં મધ્ય પ્રદેશણાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો તો હવે છત્તીસગઢમાં સીટોની વહેંચણીને લઈને પાર્ટી કાર્યાલયમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. છત્તીસગઢના બિલાસપુરમાં તોડફોડ બાદ હવે રાયપુરમાં પણ તોડફોડના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં રાયપુર દક્ષિણની સીટ માટે ગત રાત્રે પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી.

congress

પાર્ટીના નેતા આર તિવારીએ જણાવ્યું કે આ પાર્ટી કાર્યકર્તાઓની આ સીટ માટે ભાવના વ્યક્ત કરે છે, આ તેમનો અધિકાર છે કે તેઓ જે કહેવા માગે છે કે કહી શકે છે. એમણે કહ્યું કે નારાજ લોકોની સાથે પીએલ પુનિયાએ વાતચીત કરી છે, જે બાદ તેઓ ચાલ્યા ગયા હતા. જાણકારી મુજબ દક્ષિણ રાયપુર સીટ પર દાવેદાર પાર્ષદ એજાજ ઢેબરે સમર્થકોના કાર્યાલયમાં તોડફોડ કરી છે. આ તોડફોડ એવા સમયે કરવામાં આવી જ્યારે પ્રદેશ પ્રભારી પીએલ પુનિયા અને પીસીસી અધ્યક્ષ ભૂપેશ બધેલ ત્યાં હાજર હતા.

જણાવી દઈએ કે ગુરુવારે કોંગ્રેસે 18 સીટ પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. જેમા રેણુ જોગીની કોટા સીટથી ટિકિટ કાપવામાં આી હતી. જ્યારે બિલાસપુરથી શૈલેશ પાંડ્યેને કોંગ્રેસે ટિકિટ આપી છે. જે બાદ અટલ શ્રીવાસ્તવના સમર્થકોએ પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરી હતી. આની સાથે જ નારાજ અટલ સમર્થકોએ કોંગ્રેસ ભવનને તાળાં મારી ધરણા પર બેસી ગયા હતા. એટલુ જ નહિ બિલાસપુર સીટથી સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા તેવા અટલ શ્રીવાસ્તવના સમર્થકોએ પ્રદેશ પ્રભારી પીએલ પુનિયા, ચંદન યાદવ અને પીસીસી ચીફ ભૂપેશ બધેલ વિરુદ્ધ મુર્દાબાદના નારા લગાવ્યા.

આ પણ વાંચો- સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામમાં થઈ મોટી ભૂલ, સરકારે પણ માન્યું

English summary
Chattisgarh elections: After Bilaspur now ruckus at Raipur congress party office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X