કોંગ્રેસે બનાવી ફેકુ એક્સપ્રેસ, જાણો ક્યાં અને કેવી રીતે ચાલશે આ ટ્રેન
મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપનો વિરોધ કરવા માટે એક નવો રસ્તો કાઢ્યો છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપનો વિરોધ કરવા માટે એક નવો રસ્તો કાઢ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઘ્વારા ફેકુ એક્સપ્રેસ ઘ્વારા એક નવી રેલગાડી બનાવવામાં આવી છે. કોંગ્રેસ નેતા આ રેલગાડીના માધ્યમથી ભાજપ ઘ્વારા 5 વર્ષોમાં કરવામાં આવેલા કામો જનતાની સામે રાખશે.

આ પણ વાંચો: રાફેલ પર રાહુલ ગાંધીનો હુમલો, પીએમને કહ્યું- કમાન્ડર ઈન થીફ
કોંગ્રેસ નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ઘ્વારા છેલ્લા 5 વર્ષમાં જનતા માટે કોઈ પણ કરવામાં આવ્યા નથી. કોંગ્રેસ નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપા સરકાર આમ આદમી માટે બની જ નથી એટલા માટે આખી ગાડીમાં આમ આદમીનો ડબ્બો નથી બનાવવામાં આવ્યો. એક પ્લેટફોર્મ પર વેપારી, ખેડૂત અને આમ આદમી નામ પર ત્રણ હાડપિંજર લટકાવવામાં આવ્યા છે.

કોંગ્રેસ નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપા સરકારે છેલ્લા 5 વર્ષમાં દેશમાં લૂંટ મચાવી છે. તેને કારણે આમ આદમીની હાલત દયાજનક બની ચુકી છે. કોંગ્રેસ હવે આ રેલગાડીને જબલપુર શહેર અને પાટણ વિધાનસભામાં ગામે ગામ મોકલશે.
આ પણ વાંચો: રાફેલમાં કોનો થયો સોદો? સરકારને ઘેરતા 5 સવાલ અને પાંચ મોટા વિવાદ












Click it and Unblock the Notifications
