For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં 1000 કરોડનો ગોટાળો, બાળકોના હક પર તરાપ

By Super
|
Google Oneindia Gujarati News

maharashtra
મુંબઇ, 3 નવેંબરઃ મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની બાળ વિકાસ યોજનામાં એક હજાર કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. ખાદ્ય સુરક્ષા પર ચાલી રહેલી સરકારી યોજનાઓની દેખરેખ માટે નિયુક્ત સુપ્રીમ કોર્ટના કમિશનરએ પોતાના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અહેવાલ અનુસાર ખાનગી કંપનીઓએ ખોટું મહિલા મંડળ બનાવીને આખી યોજના હસ્તગત કરી લીધી. કમિશનરે સૂચન કર્યું છે કે સૂપ્રીમ કોર્ટની દેખરેખમાં આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે.

મહારાષ્ટ્ર કૌભાંડનું રાજ્ય બનતું જાયા છે. આદર્શ, સિંચાઇ, ટોલ ટેક્સ અને વે કુપોષણ બાળકો અને મહિલાઓ માટેના ભોજન પર પણ કૌભાંડીઓની નજર પડી છે. દેશભરમાં ચાલી રહેલા ખાદ્ય સુરક્ષા યોજનાઓની દેખરેખ માટે નિયુક્ત સુપ્રીમ કોર્ટ કમિશનરોનો અહેવાલ ચોકાંવનારો છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં 1000 કરોડની બાળ વિકાસ યોજના પર ઠેકેદારોએ કબજો જમાવી દીધો છે. ખાનગી કંપનીઓએ મહિલા મંડળની આડમાં આખી યોજનાની સપ્લાયનો ઠેકો હસ્તગત કરી લીધો છે. આ મામલામાં નેતાઓ, ઠેકેદારો અને કંપનીઓની સંભવિત સાંઠગાંઠની આખી તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસ કરવામાં આવી જોઇએ. ઠેકેદારોની એટલી તાકાત છે કે આખા ગોટાળાની જાણકારી સુપ્રીમ કોર્ટ કમિશનર અને નેશનલ કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ્સ રાઇટ્સે મુખ્યમંત્રીને આપી હતી તેમ છતાં કંઇ થયું નથી.

આ અહેવાલમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ચાલી રહેલી આ યોજનામાં પણ ગોટાળા થયા હોવાનો ઉલ્લેખ છે, પરંતુ મહારાષ્ટ્રને લઇને કમિશનર્સની ટીપ્પણી આકરી છે. અહેવાલ અનુસાર ગોટાળામાં માત્ર સપ્લાયના ઠેકાને લઇને વાત પૂર્ણ નથી થતી, ગરીબ અને ભુખમરાના શિકાર બાળકોને જે ખાવાનું મોકલવામાં આવે છે તે પણ ઉતરતી કક્ષાનું હોય છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મહિલા મંડળોની તમામ કમિટિ એક જ પ્રાઇવેટ લેબમાં રાશનની ગુણવત્તા ચકાસડાવે છે, પરંતુ જ્યારે તેમના સેમ્પલની તપાસ સરકારી લેબમાં કરવામાં આવી તો તેની ગુણવત્તા ખરાબ હોવાનુ બહાર આવ્યું. કટલાક સ્થળો પર રાશનની ગુણવત્તા એટલી ખરાબ હતી કે તે પ્રાણીઓને ખવડાવવું પડતું. સુપ્રીમ કોર્ટના કમિશનરા અહેવાલે સ્પષ્ટ કર્યું છે કે જો અરબો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ આપણે કુપોષણમાં આફ્રિકન દેશોની પાછળ છીએ તો તેનું કારણ શું છે.

English summary
A report submitted to the Supreme Court on Friday has pointed to large-scale irregularities in the supply of supplementary nutrition to children through the Union government-sponsored Integrated Child Development Scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X