For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપઃ દિલ્હી પોલીસ ઓરોપોના ઘેરામાં

|
Google Oneindia Gujarati News

rape
નવીદિલ્હી, 25 ડિસેમ્બરઃ સામુહિક બળાત્કાર કેસમાં દિલ્હી પોલીસના અધિકારીઓ આરોપોના ઘેરામાં આવી ગયા છે. આ વખતે આરોપ દિલ્હી સરકારના એક અધિકારી દ્વારા લગાવવામાં આવ્યો છે. દિલ્હીના એસડીએમ ઉષા ચતુર્વેદીએ દિલ્હી પ્રશાસનના એડિશનલ કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરી છે કે પીડિત યુવતીનું નિવેદન લેતી વખતે દિલ્હી પોલીસે તેમના પર દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એસડીએમે જે ફરિયાદ પત્ર લખ્યો છે તે અનુસાર જ્યારે તે પીડિતાનું નિવેદન નોંધવા માટે સફદરજંગ હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાં દિલ્હી પોલીસના ત્રણ ઉચ્ચ અધિકારી ઉપસ્થિત હતા. એસડીએમના પત્ર અનુસાર ત્યાં એક ડીસીપી અને બે એસપી હાજર હતા. ત્રણેય અધિકારીઓ પોતાની ઇચ્છા મુજબનું પીડિતાનું નિવેદન લવાનું તેમના પર દબાણ બનાવી રહ્યાં હતા. જ્યારે તેમણે તેનો ઇન્કાર કર્યો ત્યારે તેમણે ગેરવર્તણૂક કરી હતી. એસડીએમે જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસના અધિકારીઓ જે વાતો પૂછવા માંગતા હતા તે પીડિતાના નિવેદનથી ઘણા અલગ હતા.

એસડીએમએ પોતાના પત્રમાં ફરિયાદ કરી છે કે બળાત્કાર પીડિતાનું નિવેદન નોંધવા સફદરજંગ હોસ્પિટલ ગયા, જ્યાં ડીસીપ સાઉથ છાયા શર્મા, એસીપી વસંત વિહાર અને એસીપી ડિફેન્સ કોલોની ઉપસ્થિત હતા. તેમની સાથે મોટી સંખ્યામાં પોલીસ જવાનો હતા. તેમણે પ્રશ્નોની યાદી આપી અને કહ્યું કે હું પીડિતાનું નિવેદન લઉં. મને ઘટનાની રાત અંગે જે જણાવવામાં આવ્યું અને પીડિતાએ જે નિવેદન આપ્યું તેમાં ઘણો તફાવત હતો. તેમણે મારા પર દબાણ વધારવાનો પ્રયાસો કર્યા હતા.

બીજી તરફ એસડીએમની ફરિયાદ બાદ ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસ પાસે અહેવાલ માંગ્યો છે. મંત્રાલય જાતે અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે. નોંધનીય છે કે આ મામલે શીલા દીક્ષિતે ગૃહ મત્રાલયને પત્ર લખીને એક ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી. દિલ્હી પોલીસ પ્રવક્તા રાજન ભગતે પત્ર લીખ થવાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. જે સમયે નિવેદન દાખલ કરવા આવ્યા હતું ત્યારે ત્યાં પોલીસ અધિકારી હાજર નહોતા. તમામ પ્રક્રિયાને એસડીએમે જાતે ફોલો કરી છે. તેમના પર આરોપ લગાવવો અયોગ્ય છે.

English summary
Even as the brutally gang-raped 2 year old girl fights for survival, the Delhi Police came under the scanner on Tuesday after Chief Minister Shiela Dikshit wrote to Union Home Minister Sushilkumar Shinde alleging “interference” by senior cops in the investigation and sought a high level inquiry into it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X