For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે જંગમાં પીએમ મોદી દુનિયાના અવ્વલ નેતા, સર્વેમાં થયો ખુલાસો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયાના સૌથી મહાન નેતાઓની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયાના સૌથી મહાન નેતાઓની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. મૉર્નિંગ કન્સલ્ટ અપ્રૂવલ રેટિંગ્ઝ તરફથી આવેલા નવા આંકડાઓની માનીએ તો પીએમ મોદીની લોકપ્રિયતામાં ઝડપથી વધારો થયો છે. રેટિંગ્ઝ મુજબ ભારતે કોરોના વાયરસનો સામનો દુનિયાના બીજા વિકસિત દેશોની તુલનામાં ઘણી પ્રભાવી રીતે કર્યો છે. કહેવામાં આવ્યુ છે કે ભારત જે દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે તેણે ઘણી હદ સુધી મહામારીને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે.

ભારતે યોગ્ય સમયે ઉઠાવ્યા યોગ્ય પગલાં

ભારતે યોગ્ય સમયે ઉઠાવ્યા યોગ્ય પગલાં

મૉર્નિંગ કન્સલ્ટની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી અને આ એક અમેરિકી ટેકનોલૉજી એન્ડ મીડિયા કંપની છે. આની ઑફિસીસ વૉશિંગ્ટન, ન્યૂયોર્ક, શિકાગો અને સાન ફ્રાન્સિસકોમાં છે. કંપની 12 દેશના આંકડાને ટ્રેક કરે છે જેમાં ભારત પણ શામેલ છે. કન્સલ્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો અને પગલાં લીધા અને જલ્દીથી જલ્દી દેશમાં તેને લાગુ કર્યા. લૉકડાઉનના આદેશોનુ કડકાઈથી પાલન થયુ અને મોદી સરકાર તરફથી આક્રમક રીતો અપનાવવામાં આવી. તેમણે ઘણી જિંદગીઓને સમય રહેતા બચાવી લીધી.

62થી ઉછળીને 68 પર પહોંચી રેટિંગ

62થી ઉછળીને 68 પર પહોંચી રેટિંગ

કંપનીના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ કેસોની સંખ્યામાં તબલીગી જમાતના સભ્યો તરફથી ઉભી કરવામાં આવેલી સમસ્યા બાદ પણ એટલો વધારો થયો નહિ. આ રીતની ઘટનાઓ બાદ પણ જે દેશની વસ્તી 130 અબજ છે ત્યાં આટલી મોટી સંખ્યા જિંદગીઓ બચાવી શકવી એ ખૂબ જ પ્રશંસનીય છે. આ બધા વચ્ચે જ પીએમ મોદીને કંપનીએ પોતાના મૉર્નિંગ ટ્રેકરમાં મહાન નેતા ગણાવ્યા છે. 14 એપ્રિલ સુધી તેમનુ રેટિંગ 62થી ઉછળીને 68 સુધી પહોંચી ગયુ છે અને તે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. વળી, જાપાનના પીએમ શિંજો આબે સૌથી નીચે છે.

10 દેશો પર થયો સર્વે

10 દેશો પર થયો સર્વે

કંપનીએ 10 દેશો પર સર્વે કરાવ્યો હતો. જે ગ્રાફ મૉર્નિંગ કન્સલ્ટ ટ્રેકર તરફથી રજૂ કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે તેમની લોકપ્રિયતા, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુકેના પીએમ બોરિસ જૉનસનની તુલનામાં ઘણી વધુ છે. 14 એપ્રિલના રોજ પીએમ મોદીએ દેશભરમાં લૉકડાઉનને ત્રણ મે સુધી લંબાવવાની ઘોષણા કરી હતી. તેમણે ત્યારે કહ્યુ હતુ કે 20 એપ્રિલ સુધી દરેક હિસ્સાને બારીકાઈથી જોવામાં આવશે અને જોવામાં આવશે કે લૉકડાઉનુ પાલન કેવી રીતે થઈ રહ્યુ છે. જે હિસ્સો એક સપ્તાહના ટેસ્ટમાં પાસ થઈ જશે ત્યાં થોડી ઢીલ આપવામાં આવશે.

ટ્રમ્પના રેટિંગમાં મોટો ઘટાડો

ટ્રમ્પના રેટિંગમાં મોટો ઘટાડો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેટિંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે રીતે મહામારીએ અમેરિકામાં વિનાશ કર્યો છે તે બાદ ટ્રમ્પ પ્રશાસનને ખૂબ જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કેનાડાના પીએમ જસ્ટીન ટ્રુડોની રેટિંગમાં પણ ઉછાળો આવ્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનલુએલ મેક્રોની રેટિંગ્ઝમાં પણ ઘટાડો થયો છે. જાપાનની જનતા પીએમ આબેથી ઘણી નિરાશ છે. તેમનુ માનવુ છે કે સરકારે ખૂબ વિલંબથી એક્શન લીધી અને આના પરિણામ ભોગવવા પડી રહ્યા છે.

આ પણ વાંચોઃ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 20 હજાર કરોડનુ રાહત પેકેજ આપી શકે છે સરકારઆ પણ વાંચોઃ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 20 હજાર કરોડનુ રાહત પેકેજ આપી શકે છે સરકાર

English summary
Cornavirus: PM Modi's approval rating surges from 62 to 68 amid lockdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X