For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલ્યાને રાહત, જવાબ આપવા માટે મળ્યો 3 અઠવાડિયાંનો સમય

કોર્ટે વિજય માલ્યાને ઈડીની નોટિસનો જવાબ આપવા માટે સમય આપ્યો

|
Google Oneindia Gujarati News

ભારતીય બેંકોને 9000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર વિજય માલ્યા હાલ ભારતથી ફરાર છે, જો કે મુંબઈ કોર્ટે વિજય માલ્યાને ઈડીની નોટિસનો જવાબ આપવા માટે સમય આપ્યો છે. અગાઉ વિજય માલ્યાના વકીલે કોર્ટને કહ્યું હતું કે જવાબ આપવા માટે માલ્યાને થોડો વધુ સમય જોઈએ છે. મની લોન્ડ્રિંગ મામલામાં ફરાર માલ્યાના મામાલે મુંબઈની પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

vijay mallya

મુંબઈની અદાલતે વિજય માલ્યાને ઈડીની નોટિસનો જવાબ આપવા માટે અનુમતિ આપી દીધી છે. કોર્ટે માલ્યાને જવાબ આપવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે 24 સપ્ટેમ્બર સુધીમાં માલ્યાએ પોતાનો જવાબ આપવાનો રહેશે. બાદમાં કોર્ટ આ મામલે સુનાવણી અંગે ફેસલો કરશે. ઈડીએ માલ્યાને ભાગેડુ જાહેર કરવાની કોર્ટ પાસે માગણી કરી છે.

વકીલે કોર્ટને કહ્યું હતું કે હજુ સુધી નોટિસ મળી નથી ત્યારે તેમને જવાબ આપવા માટે થોડો વધુ સમય આપવામાં આવે. જણાવી દઈે કે માલ્યા હાલ લંડનમાં છે અને તેને ભારત લાવવાની તમામ શક્ય કોશિશો થઈ રહી છે. અગાઉ કોર્ટે આ મામલાની સુનાવણી 3 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી કેમ કે 9000 કરોડ રૂપિયાના ડિફોલ્ટર અને કથિત દગાબાજીના મામલામાં કેટલાક લોકોએ પક્ષકાર બનાવવાનો અનુરોધ કર્યો હતો. આ પણ વાંચો- સંપત્તિ બચાવવા ભારત પાછા આવવાની તૈયારીમાં વિજય માલ્યા

English summary
Mumbai special Court gives 3 weeks to Vijay Mallya to file his reply on ED's application
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X