For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Amphan: કોરોના વચ્ચે ઓરિસ્સામાં ચક્રવાતી તોફાનનો ખતરો, એલર્ટ જારી

કોરોના વાયરસ મહામારી વચ્ચે ઓરિસ્સા તરફ વધુ એક ખતરો આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારી વચ્ચે ઓરિસ્સા તરફ વધુ એક ખતરો આવી રહ્યો છે. ચક્રવાતી તોફાન Amphan અહીંના 12 જિલ્લાઓમાં કહેર વર્તાવી શકે છે. આ અંગે હવામાન વિભાગે એલર્ટ જારી કરી છે. ઓરિસ્સાના તટીય જિલ્લાઓમાં પ્રશાસને સંભવિત તોફાનથી બચવા માટે તૈયારીઓ કરવાના નિર્દેશ આપ્યા છે. આમાં લોકો માટે આશ્રય ગૃહોનુ નિર્માણ કરવાનુ પણ શામેલ છે. માહિતી મુજબ (Cyclone Amphan in Odisha) તોફાનના સંભવિત ખતરાને જોતા શુક્રવારે 12 તટીય જિલ્લાઓમાં ચેતવણી જારી કરવામાં આવી છે.

બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનુ ક્ષેત્ર

બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનુ ક્ષેત્ર

આ ઉપરાંત કલેક્ટરોથી લોકો માટે વૈકલ્પિક આશ્રય ગૃહોની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યુ છે. એક ઉચ્ચ સરકારી અધિકારીએ આ માહિતી આપી છે. બંગાળની ખાડી પર ઓછા દબાણનુ એક ક્ષેત્ર બની રહ્યુ છે જેના તોફા અમ્ફાનનુ રૂપ લેવાની પ્રબળ સંભાવના છે. આ બાબતે ઓરિસ્સામાં રાહત કમિશ્નર પી જે જેનાએ જણાવ્યુ કે તેમણે મુખ્ય સચિવ અસિત ત્રિપાઠી સાથે તોફાનની સ્થિતિ અને રાજ્ય પર પડનાર તેના પ્રભાવની સમીક્ષા કરી છે.

તોફાન આ જગ્યાએ ટકરાઈ શકે છે

તોફાન આ જગ્યાએ ટકરાઈ શકે છે

ભારતીય હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ સંભવિત ઓછા દબાણનુ ક્ષેત્ર ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં ફરતા પોતાના પછ પર પાછુ આવશે અને બંગાળની ખાડી તરફ વળશે. જેનાએ જણાવ્યુ કે ઓછા દબાણના ક્ષેત્રની ગતિ હજુ જાણી શકાઈ નથી અને સંભવિત તોફાન તટ પર ક્યાં ટકરાશે, તેની માહિતી પણ હવામાન વિભાગ તરફથી જ આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે તોફાન ઉત્તર ઓરિસ્સા, દક્ષિણી બંગાળ કે બાંગ્લાદેશથી પણ ટકરાઈ શકે છે. તેમણે કહ્યુ કે માછીમારોને શુક્રવારે સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ઘણા જિલ્લાઓ પર પડી શકે છે પ્રભાવ

ઘણા જિલ્લાઓ પર પડી શકે છે પ્રભાવ

જો કે આ અંગે હવામાન વિભાગે અત્યારે કોઈ ચોક્કસ માહિતી આપી નથી પરતુ વિભાગે એ સ્પષ્ટ કરી દીધુ છે કે ઓછા દબાણનુ ક્ષેત્ર શુક્રવારે વધી જશે અને બાદમાં તે તોફાનનુ સ્વરૂપ લઈ લેશે. ભારતીય હવામાન વિભાગના મૃત્યંજય મહાપાત્રાએ કહ્યુ, હજુ અમે ચોક્કસપણે અનુમાન નથી લગાવી શકતા કારણકે ચક્રવાત હજુ બન્યુ નથી. જો કે ઓરિસ્સાના ઉત્તરી અને પશ્ચિમ બંગાળના દક્ષિણી ભાગોમાં સ્થિત જિલ્લાઓમાં આનો પ્રભાવ પડી શકે છે. આના પરિણામ સ્વરૂપ તટીય ક્ષેત્રોમાં 19 મેથી ભારે વરસાદનુ અનુમાન છે.

એનડીઆરએફ સહિત ઘણા બળોની તૈનાતી થઈ શકે છે

એનડીઆરએફ સહિત ઘણા બળોની તૈનાતી થઈ શકે છે

વળી, જેનાએ જણાવ્યુ કે સ્થિતિને જોતા ઓરિસ્સા સરકારે 12 તટીય જિલ્લાઓમાં ચેતવણી જારી કરી દીધી છે. આ જિલ્લાઓમાં ભગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક અને બાલાસોર મુખ્ય છે. તેમણે કહ્યુ કે જરૂરત પડવા પર એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ સેવા સહિત અન્ય બળોની તૈનાતી પણ કરવામાં આવી શકે છે. વિશેષ રાહત કમિશ્નરે કહ્યુ કે ઓરિસ્સા પહેલા પણ આવી સ્થિતિનો સામનો કરી ચૂક્યુ છે માટે સ્થિતિનુ મેનેજમેન્ટ યોગ્ય રીતે કરવામાં આવશે.

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ચીનથી પણ વધુ, અમેરિકામાં સૌથી વધુ સંક્રમણભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ચીનથી પણ વધુ, અમેરિકામાં સૌથી વધુ સંક્રમણ

English summary
cyclone amphan in odisha 12 districts on alert after possible cyclone warning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X