For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Amphan: આવતી કાલે પીએમ મોદી કરશે પં.બંગાળની મુલાકાત, મમતાજીએ કરી હતી અપીલ

ચક્રવાત આમ્ફાને પશ્ચિમ બંગાળમાં મોટા વિનાશ સર્જ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આમ્ફાનની અસર કોરોના વાયરસ કરતા પણ ભયંકર હતી. આ વાવાઝોડાને કારણે બંગાળમાં 72 લોકોએ જીવ ગુમાવ

|
Google Oneindia Gujarati News

ચક્રવાત આમ્ફાને પશ્ચિમ બંગાળમાં મોટા વિનાશ સર્જ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આમ્ફાનની અસર કોરોના વાયરસ કરતા પણ ભયંકર હતી. આ વાવાઝોડાને કારણે બંગાળમાં 72 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીને તોફાન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની અપીલ બાદ, પીએમ મોદી આવતીકાલે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને તોફાનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.

PM Modi

વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પીએમઓએ આપેલી માહિતી અનુસાર આવતીકાલે પીએમ મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાત લેશે. તેઓ શુક્રવારે સવારે 10.30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથે કોલકાતા સહિત ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ નિરિક્ષણ કરશે.

આ પણ વાંચો: અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત, મમતા બેનર્જીએ કર્યુ 2 લાખના વળતરનુ એલાન

English summary
Cyclone Amphan: PM Modi to visit West Bengal tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X