સાયરસ મિસ્ત્રીના આ મોટા ખુલાસાઓએ, ટાટાના શેર માર્કેટમાં પાડ્યા!

Posted By:
Subscribe to Oneindia News

ટાટા સમૂહના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હાલ નીકાળવામાં આવ્યા છે. તે પછી તેમણે રતન ટાટા પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. એક ઇમેલ દ્વારા સાયરસે રતન ટાટાથી લઇને ટાટા કંપની અને તેના અનેક પ્રોજેક્ટ પર અનેક ખુલાસા કરી સવાલો પૂછ્યા છે. સાયરસ મિસ્ત્રીનું કહેવું છે કે તેમને એક "અસમર્થ" ચેરમેનની સ્થિતિમાં ધકેલમાં આવ્યા છે.

સાયરસ મિસ્ત્રીએ એક ઇમેલ દ્વારા ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપની અંગે કેવા કેવા ખુલાસાઓ કર્યા છે તે વિષે જાણો નીચેના આ લેખમાં. નોંધનીય છે કે સાયરસના આ ખુલાસાથી શેરમાર્કેટમાં ટાટા કંપનીના શેર પડ્યા છે. ત્યારે આ ખુલાસાઓએ ટાટાની કંપનીની મુશ્કેલીઓ વધારી છે. ત્યારે શું છે કે આ ખુલાસાઓ જાણો અહીં....

ટાટા નેનો છે વાંકમાં!

ટાટા નેનો છે વાંકમાં!

સાયરસે કહ્યું છે કે ટાટા નેનો કારની પરિયોજના રતન ટાટા દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે એક નુક્શાન તરફ ધકેલતી પરિયોજના હતી. મિસ્ત્રીએ કહ્યું કે ટાટા નેનોને કેટલાક ભાવનાત્મક કારણોને લીધે બંધ નહતી કરવામાં આવી. ટાટા નેનોના કારણે ગ્રુપને લગભગ 100 કરોડની ખોટ થઇ હતી.

બીજુ કારણ

બીજુ કારણ

એટલું જ નહીં ટાટા નેનોને બંધ ન કરવાનું એક મોટું કારણ તે પણ હતું કે તેને બંધ કરવાથી વિજળીથી કાર બનાવતી એક યોજનાને નેના ગ્લાઇડર ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી આવી શકે તેવું હતું. માટે જ આ પ્રોજેક્ટને ચાલુ રાખવામાં આવી. તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક કાર બનાવવાની આ યોજનામાં રતન ટાટાનો પણ ભાગ હતો. સાયરસે આ મેલમાં જણાવ્યું કે ટાટા નેનો પ્રોજેક્ટ બંધ કરી દેવા જેવો હતો. કારણ કે તે કંપનીને ખાલી નુક્શાન જ કરાવતો હતો.

રતન ટાટાની મનમાની

રતન ટાટાની મનમાની

સાયરસે તેના ઇમેલમાં રતન ટાટા પર આરોપ લગાવતા કહ્યું કે ટાટા કોઇની પણ સલાહ સાંભળતા નથી. જેના કારણે કંપનીને ટાટા ગ્રુપના જોઇન્ટ વેન્ચર એર એશિયા અને સિંગાપુર એરલાઇનમાં રોકાણ કરવામાં માટે મજબૂર થવું પડ્યું. એટલું જ નહીં રતન ટાટાના આવા જ વારંવારના દબાણના કારણે કંપનીએ અનેક પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે.

ચેરમેન પદનો મુદ્દો

ચેરમેન પદનો મુદ્દો

સાયરસે પોતાને ચેરમેન પદથી નીકળવા મામલે પ્રતિક્રિયા આપતા મેલમાં જણાવ્યું કે ચેરમેન પદથી નીકાળ્યા પહેલા તેમનાથી કોઇ પણ પ્રકારની વાત કરવામાં નથી આવી. અને આ નિર્ણય જલ્દીમાં લેવામાં આવ્યો છે. પોતાને ચેરમેન પદેથી નીકાળવાની વાતને સાયરસે ઇતિહાસની અનોખી ધટના સાથે સરખાવી હતી.

સાયરસનો આરોપ

સાયરસનો આરોપ

સાયરસે વધુમાં ટાટા ગ્રુપ પર આરોપ લગાવ્યો છે કે મને ચેરમેન પદેથી નીકાળવાનો નિર્ણય ખરેખરમાં ચોંકવનારો હતો. તેમણે બોર્ડની પ્રક્રિયાને ગેરકાનૂની કરાર આપતા કહ્યું કે તેમને ટાટા ગ્રુપના વેપારને સંભાળવવા માટે ક્યારેય પણ પૂરી રીતે સ્વતંત્રતા આપવામાં નહતી આવી.

સાયરસ વ્યક્ત કર્યું પોતાનું દુખ

સાયરસ વ્યક્ત કર્યું પોતાનું દુખ

સાયરસ મિસ્ત્રીએ કહ્યું કે ટાટા સન્સના આર્ટીકલ ઓફ એસોસિયેશનના કેટલાક મોટા બદલાવોના કારણે તેમને ચેરમેન તરીકેની તાકાતને ઓછી કરવામાં આવી હતી. વધુમાં તેમણે બોર્ડ પર આરોપ લગાવતા કહ્યું કે ચેરમેન પદેથી તેમને દૂર કરતા પહેલા ના તો તેમની સલાહ લેવામાં આવી હતી. ના તો તેમને પોતાનો પક્ષ રાખવા દેવામાં આવ્યો હતો. અને આ માટે જ તેમની દ્રષ્ટ્રિએ આ નિર્ણય ઇતિહાસનો સૌથી અજીબો ગરીબ નિર્ણય છે.

English summary
cyrus mistry says tata nano should be shut down
Please Wait while comments are loading...