For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરમજનકઃ મત ન આપવા પર દલિતો પાસે કરાવી ઉઠક-બેઠક, થૂક ચાટવા માટે કર્યા મજબૂર, Video વાયરલ

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં માનવતાનો શરમમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં માનવતાને શરમમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. પંચાયત ચૂંટણીમાં હારનો સામનો કરનાર એક સરપંચ ઉમેદવારે હારનુ ઠીકરુ દલિત સમાજ પર ફોડીને બે ગ્રામીણો સાથે અમાનવીય વ્યવહાર કર્યો. આ વ્યક્તિએ દલિત સમાજના બે યુવકો પાસે ઉઠક-બેઠક કરાવી. એટલુ જ નહિ તેમણે થૂક ચાટવા માટે પણ મજબૂર કર્યા. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો. પોલિસે આરોપીની ધરપકડ કરી લીધી અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.

ઉઠક-બેઠક કરાવી, થૂક ચટાવ્યુ

ઉઠક-બેઠક કરાવી, થૂક ચટાવ્યુ

સમગ્ર માલો કુટુમ્બાના ડુમરી પંચાયતના સિંધના ગામનો જણાવામાં આવી રહ્યો છે. પંચાયત ચૂંટણી હારનાર સરપંચ ઉમેદવાર બલવંત સિંહ સિંધના પર બે ગ્રામીણોની બેરહેમીથી પિટાઈ કરવા, ઉઠક-બેઠક કરાવવા અને થૂક ચટાડવાનો આરોપ છે. બલવંતની આ હરકતનો વીડિયો પણ વાયરલ થઈ ગયો છે. વીડિયો મુજબ સરપંચ ઉમેદવાર રહેલા બલવંસ કુમાર બે યુવકોને બળજબરીથી ઉઠક-બેઠક કરાવી રહ્યા છે અને થૂક ચટાવી રહ્યા છે. ઉઠક-બેઠક દરમિયાન બલવંત બંનેને મારતા પણ દેખાઈ રહ્યા છે. આરોપ છે કે ચૂંટણીમાં વોટ ન આપવાને લઈને સરપંચ ઉમેદવાર બલવંતે બંને યુવકો સાથે આવુ કર્યુ.

વોટ ન મળવા પર દલિતોને પીટવાનો આરોપ

વોટ ન મળવા પર દલિતોને પીટવાનો આરોપ

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે મારપીટ દરમિયાન બલવંત કુમાર વારંવાર ગાળા-ગાળી કરી રહ્યો છે. આ સાથે જ યુવકો પર 10 હજાર રૂપિયાનો દારુ પી જવાનો પણ આરોપ લગાવી રહ્યો છે. આ દરમિયાન દલિતો વિશે ઘણા વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો. તે કહી રહ્યો છે કે ચૂંટણીમાં 10 હજાર રુપિયાનો દારુ એ લોકોએ પી લીધો, ચૂંટણી દરમિયાન પૈસા લીધા અને તેમને વોટ પણ ન આપ્યા.

વીડિયો વાયરલ, પોલિસે કરી ધરપકડ

વીડિયો વાયરલ, પોલિસે કરી ધરપકડ

આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ આનો વીડિયો બનાવી લીધો. જો કે, આરોપી પક્ષનુ કહેવુ છે કે બંને યુવક દારુ પીને હોબાળો કરી રહ્યા હતા માટે એ લોકો પાસે ઉઠક-બેઠક કરાવવામાં આવી. વીડિયો સામે આવતા જ પોલિસ હરકતમાં આવી અને આરોપીને પકડી લીધો. ઔરંગાબાદના એસપી કાંતેશ કુમાર મિશ્રાના નિર્દેશ પર અંબા પોલિસે આરોપી બલવંત સિંહને પકડી લીધો. એસપીએ જણાવ્યુ કે સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે.

English summary
Dalit man force to do sit ups, lick spit in Bihar, Video viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X