For Quick Alerts
For Daily Alerts

દામિનીના મિત્રએ ગૃહમંત્રીને નોકરી આપવા કરી અપીલ
નવી દિલ્હી, 24 એપ્રિલ: નવી દિલ્હીમાં એક બસમાં ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી પીડિત યુવતીના મિત્રએ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને પત્ર લઇને નોકરી માટે અપીલ કરી છે.
પત્રમાં લખ્યું છે કે તેનું ઘર ખુબ જ આર્થિક સંકણામણ વચ્ચે ચાલી રહ્યું છે, સાથે સાથે એવું પણ લાખાયું છે કે તેની સારવાર પર 18-20 લાખ રૂપિયા ખર્ચ થયા છે. પરંતુ લાગે છે કે સરકાર દામિનીના મિત્ર પર મહેરબાનીના મૂડમાં લાગતી નથી.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એવું કહીને પત્ર દિલ્હી સરકારને મોકલી દીધો કે ઘટનાના પ્રત્યક્ષદર્શીયોને સરકારી નોકરી આપવાનું કોઇ પ્રાવધાન નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે દામિનીના ઘરવાળાઓને રહેવા માટે ફ્લેટ અને તેના ભાઇને સરકારી નોકરી આપેલી છે.
Comments
delhi gangrape victim damini home minister sushul kumar shinde સામૂહિક બળાત્કાર ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે
English summary
Delhi Gang rape victim Damini's friend request to Home minister for job.
Story first published: Wednesday, April 24, 2013, 17:26 [IST]