તિહાર જેલમાં છોટા રાજનને મારી નાખવા મથે છે દાઉદ ઇબ્રાહિમ

Posted By:
Subscribe to Oneindia News

એક વાર ફરી જેલની અંદર છોટા રાજનની સુરક્ષાને લઇને સવાલો ઊભા થયા છે. તેવી ખબરો આવી રહી છે કે દિલ્હીના ટોપ ગેંગસ્ટર નીરજ બવાના ડી કંપનીના ઇશારે રાજનને મારવાની પ્લોટિંગ કરી રહ્યા છે. તિહાર પ્રશાસનને આ અંગે બે સપ્તાહ પહેલા ખબર પડી. જે પછી તેણે રાજનની સુરક્ષા વધારી દીધી છે. જો કે પ્રશાસનનું કહેવું છે કે રાજનની સુરક્ષા માટે ખાસ ગાર્ડ રાખવામાં આવી રહ્યા છે. અને સરકાર આ મામલે કોઇ પણ રિસ્ક લેવા નથી માંગતી. નોંધનીય છે કે જેલ નંબર 2ના ખાસ સેલમાં રાજનને રાખવામાં આવી રહ્યો છે. અને રાજન સુધી પહોંચવું કોઇના પણ માટે સરળ નથી.

dawood

રાજનની સુરક્ષાના કારણોને જોઇને જ તેને મહારાષ્ટ્રની કોઇ જેલમાં નથી રાખવામાં આવ્યો. કારણ કે ત્યાં દાઉદ દ્વારા તેની પર હુમલો કરવાની સંભાવના વધુ છે. હજી પણ મહારાષ્ટ્રમાં તેને લોકો એક્ટિવ છે. માટે જ ભારતની સૌથી સુરક્ષિત જેલ તિહાર જેલમાં તેને રાખવામાં આવ્યો છે. પહેલા પણ તેવી ખબર આવી હતી કે છોટા રાજનને દાઉદનો નજદીકી છોટા શકીલ મારવા માંગે છે. રાજન માટે આ ધમકી જેલના લેન્ડલાઇન નંબર અને જેલના લો ઓફિસર સુનિલ ગુપ્તાના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પણ આપવામાં આવી હતી. જે પછી તેની સુરક્ષા વધારવામાં આવી છે. ત્યારે ફરી એક છોટા રાજનની જીવને જોખમ છે તે વાત જાણવા મળી છે.

English summary
The intelligence agencies have warned the Tihar jail authorities of underworld don Dawood Ibrahim‘s possible bid to target Chhota Rajan and asked them to review his security inside the high-profile prison.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.