નક્સલવાદીઓનો નવો ટાર્ગેટ દિલ્હી હોઇ શકે : IB રિપોર્ટ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના સમયમાં માઓવાદીઓએ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જગદલપુરમાં 25 મેના રોજ કરવામાં આવેલો હુમલો તેમની રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવવાના પ્રયાસનું પરિણામ હતું. આ સાથે તેઓ પોતાની હાજરી હોય તેવા વિસ્તારોના સ્થાનિક લોકો ઉપર પણ પ્રભાવ પાડવા માંગે છે. આઇબીએ નક્સલવાદીઓના અગ્રણી નેતાઓ વચ્ચે ચાલી રહેલી વાતચીતને સાંભળીને આ અંદાજ લગાવ્યો છે.
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે માઓવાદીઓ સામેની કાર્યવાહી લાંબા સમય સુધી ચાલશે. આ માટે અર્ધલશ્કરી દળો મોટી સંખ્યામાં જોઇશે. તેમાં ઓછામાં ઓછા 27,000 જવાનોની જરૂર પડશે. બસ્તર (છત્તીસગઢ), મલ્કાનગિરિ, કોરાપુટ (ઓરિસ્સા) અને લાતેહાર (ઝારખંડ)માંથી નક્સલવાદીઓના પ્રભાવ ઓછો કરતા ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય લાગશે.












Click it and Unblock the Notifications
