For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારે ઑટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ફેરફારના આપ્યા આદેશ

દિલ્લી સરકારે ઘણા ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ટેસ્ટ ચૂકી ગયેલા લોકોની વધતી જતી સંખ્યાને કારણે દિલ્લી સરકારે ઘણા ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે આ મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરી હતી. જેમાં કેટલાક ફેરફારોની ભલામણ કરવામાં આવી હતી. આ બદલાયેલા નવા નિયમો 8 ઓગસ્ટથી લાગુ થશે.

traffic

એક અધિકારીએ જણાવ્યુ કે મોટી સંખ્યામાં લોકો જેઓ ડ્રાઇવિંગ સાથે જોડાયેલા ન હતા તેઓ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપતી વખતે નિષ્ફળ જતા હતા. નવા નિયમોથી લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટમાં સરળતા મળશે અને તેમના માટે ટેસ્ટ આપવાનુ સરળ બનશે. જો કે, આ સુધારાઓ કોઈપણ રીતે માર્ગ સલામતી સાથે સમાધાન કરશે નહિ. આખરે શા માટે નિષ્ફળ જાય છે? છેલ્લા સર્કલની પહોળાઈ કે જેના પર ટુ વ્હીલર ચાલકો સર્પાકાર માર્ગ પર જવાના હતા.

આ અન્ય બે વર્તુળો કરતા ઘણું ઓછુ હતુ. જેના કારણે લોકોએ પોતાના પગ જમીન પર રાખવા પડ્યા હતા. આવી સ્થિતિમાં તે ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થતા હતા. ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઉમેદવારો નાપાસ થવાને કારણે પેન્ડન્સી પણ વધી રહી હતી. જેઓ ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે તેઓ સામાન્ય રીતે આવતા અઠવાડિયે નવી તારીખ મેળવે છે તેમ અધિકારીએ જણાવ્યુ હતુ પરંતુ આવા કેસોમાં પેન્ડન્સી વધી રહી છે.

English summary
Delhi government orders changes in automated driving test track
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X