For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન ચૂંટણી પહેલા રામ રહીમે સમર્થકોને મોકલ્યો આવો મેસેજ

રાજસ્થાનની ચૂંટણીમાં ડેરા સચ્ચા સૌદા ભજવશે મહત્વની ભૂમિકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાનો પ્રભાવ માત્ર હિયાણા જ નહિ બલકે રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં પણ છે ચૂંટણી દરમિયાન જેની અસર કેટલીય રાજકીય પાર્ટીઓ પર પડે છે. ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ સિંહનો પ્રભાવ રાજસ્થાનની 35 જેટલી વિધાનસભા સીટ પર છે. એવામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ડેરા સચ્ચા સૌદા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. ખુદ ડેરા સચ્ચા સૌદા તરફથી આગામી ચૂંટણીને લઈને સંદેશ રજૂ કરવામાં આવ્યો છે.

તાકાતનો અહેસાસ કરાવે

તાકાતનો અહેસાસ કરાવે

ડેરા સચ્ચા સૌદા તરફથી એમના સમર્થકોને એક સંદેશો મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું કે લોકો પોતાની તાકાતનો અહેસાસ કરાવે. આ સંદેશ એવા સમયે મોકલવામાં આવ્યો જ્યારે ખુદ રામ રહી રેપ કેસમાં જેલના સળિયા પાછળ છે. રામ રહીમ જેલમાં હોવાથી કોઈપણ નેતા રામ રહિમના જન્મસ્થળે નથી જઈ રહ્યા. જણાવી દઈએ કે રામ રહિમનું જન્મસ્થળ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં છે.

ભરોસો બનાવી રાખો

ભરોસો બનાવી રાખો

ડેરા પોતાના સમર્થકોને સતસંગના માધ્યમથી એક કરવાની કોશિશ કરી રહ્યા છે જ્યાં ડેરાના લોકોનો પ્રભાવ છે. ડેરાના લોકો અહીં તમામ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ રામ રહીમમાં ભરોસો બનાવી રાખે. રાજસ્થાનમાં ડેરાનું વર્ચવ્ય કેટલાય શહેરો શ્રી ગંગાનગર, હનુમાનગઢ, કોટા, સીકર, ચુરુ, અલવર, જયપુર, દૌસા, બીકાનેરમાં છે. અહીંની 35 વિધાનસભા સીટ પર ડેરાના સમર્થકોની બહુમતી છે.

ભાજપની વિરુદ્ધ

ભાજપની વિરુદ્ધ

જેવી રીતે ડેરા સચ્ચા સૌદા વિરુદ્ધ કાર્યવાહી થઈ, રામ રહીને રેપના આરોપમાં જેલ મોકલવામાં આ્યો, તેના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી થઈ, જે બાદ ડેરાના સમર્થકો ભાજપની વિરુદ્ધ થઈ ગયા છે. પરંતુ આ લોકો અન્ય કોઈ રાજનૈતિક દળના સમર્થનમાં પણ નથી. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ડેરાના સમર્થકોનો રૂખ મહત્વનો ભાગ ભવશે.

CBI કેસ પર બોલ્યા ચીફ જસ્ટિસ- 2 અઠવાડિયામાં CVC તપાસ પૂરી કરે CBI કેસ પર બોલ્યા ચીફ જસ્ટિસ- 2 અઠવાડિયામાં CVC તપાસ પૂરી કરે

English summary
Dera Sacha Sauda supporters getting united in Rajasthan before Assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X