For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે લઈ શકે છે શપથઃ સૂત્ર

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રમાં ઘેરાયેલા રાજકીય સંકટનો ટૂંક સમયમાં અંત આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રમાં ઘેરાયેલા રાજકીય સંકટનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. સૂત્રોનુ માનીએ તો પૂર્વ સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લઈ શકે છે. જો કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં મહા વિકાસ અઘાડી સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો બાકી છે પરંતુ વર્તમાન સરકારના ટકી રહેવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

Devendra Fadnavis

શિવસેનામાં બળવા પછી પાર્ટીમાં બે જૂથ પડી ગયા છે. શિંદે જૂથ તેની અલગ ઓળખની માંગ કરી રહ્યો છે. સૂત્રોનુ માનીએ તો શિંદે જૂથના ધારાસભ્યો ભાજપને સમર્થન આપી શકે છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. સૂત્રોનુ માનીએ તો મહારાષ્ટ્રમાં પહેલી જુલાઈએ સરકાર બની શકે છે. જેમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનવાની ચર્ચા છે. તો તે જ સમયે કેટલાક સૂત્રો 3જી જુલાઈએ ફડણવીસના શપથ લેવાની વાત કરી રહ્યા છે.

હકીકતમાં, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ફેસબુક લાઇવ પર પ્રસારિત તેમના રાજીનામાના ભાષણમાં ઠાકરેએ ફરીથી બળવાખોર ધારાસભ્યોને ભાવનાત્મક અપીલ કરી. ઠાકરેએ કહ્યુ કે લોકશાહીમાં સંખ્યા બતાવવા માટે માથાની ગણતરી કરવામાં આવે છે. મને તેમાં રસ નથી. કાલે તેઓ કહેશે કે તેઓએ બાળાસાહેબના પુત્રને નીચુ બતાવી દીધુ. તેમણે બળવાખોર ધારાસભ્યોને કહ્યુ કે જેમણે તેમની 2.5 વર્ષ જૂની સરકારને પતન કરવા માટે એકનાથ શિંદે સાથે હાથ મિલાવ્યા હતા. 'હું હજી પણ તમારી ભાવનાઓનું સન્માન કરુ છુ'. તેમણે કહ્યું તમે કોનાથી નારાજ છો? કોંગ્રેસ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી? સુરત જવા કે બોલવાને બદલે તમારે મારી પાસે માતોશ્રી આવવું જોઈતુ હતુ.'

English summary
Devendra Fadnavis may take oath as Maharashtra CM on July 1 says Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X