For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીના નિવેદન પર દિગ્વિજય સિંહે કટાક્ષ કર્યો

By Super
|
Google Oneindia Gujarati News

gadkari-digvijay
નવીદિલ્હી, 5 નવેમ્બરઃ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે સોમવારે ભાજપ પર તેના અધ્યક્ષ નિતિન ગડકરીના નિવેદનને લઇને કટાક્ષ કર્યો છે, ગડકરીએ નિવેદન કર્યું હતું કે સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમના આઇક્યૂને જોવામાં આવે તો બન્નેના આઇક્યુ એક સરખા છે.

દિગ્વિજય સિંહે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટ પર લખ્યું છે, ' ગડકરીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં કહ્યું છે કે સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમના આઇક્યુ એક સમાન હતા. મોદી અને તેમના પ્રશંસક શું કોઇ ટિપ્પણી કરવા માગશે?'

ભોપાલમાં એક પુરસ્કાર વિતરણ સમારોહને સંબોધિત કરતીવેળા ગડકરીએ મનોવિજ્ઞાનના આધારે બુદ્ધી માપવા માટે આઇક્યુનો હવાલો આપતા કહ્યું, ' જો દાઉદ અને વિવેકાનંદનો આઇક્યુ જોવામાં આવે તો, એક સરખા છે, પરંતુ એકે તેનો ઉપયોગ ગુન્હા કરવા માટે કર્યો અને બીજાએ સમાજ, દેશભક્તિ અન આદ્યાત્મની સર્વશ્રેષ્ઠતા માટે કર્યો.'

સિંહે કહ્યું, ' લોકો મારી વિશ્વસનીયતા પર કેમ પ્રશ્નો ઉઠાવે છે. મેં જે કંઇપણ કહ્યું તે સાબિત થઇ ગયું છે.' તેમણે પોતાની ટ્વિટમાં કહ્યું છે, 'ગડકરી ખોટી કંપની બનાવવામાં સામેલ રહ્યાં છે- સાચું(ગડકરી એક વેપારી છે) સાચું.' સિંહે સોમવારે અનેક ટ્વિટ કરી છે જેના થકી તેમણે એ વાતને સમર્થન આપવા પ્રયાસ કર્યો છે કે, તેમણે જે મુદ્દા ઉપાડ્યા તેમા તે હંમેશા સાચા સાબિત થયા છે.

English summary
Digvijay Singh took dig at the BJP over its chief Nitin Gadkari's remark on intelligence quotient level of Swami Vivekanand and Dawood Ibrahim could have been almost the same.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X