For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિનેશ કાર્તિકને મેચ ફીના પાંચ ટકાનો દંડ

By Super
|
Google Oneindia Gujarati News

dinesh-karthik
નવી દિલ્હી, 22 મેઃ મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી દિનેશ કાર્તિક પર ચેન્નઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પહેલી ક્વોલિફાયરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના પાંચ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિનેશ કાર્તિકે અમ્પાયરના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરવા માટે એક અપરાધમાં દોષી જાહેર કરવામાં આવ્યો. જેમાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય હોય છે. મુંબઇની ઇનિંગની 11મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાને સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કરવામાં કાર્તિક ચૂક્યો અને અમ્પાયરે તેને એલબી આઉટ આપ્યો હતો. ત્યાર બાદ દિનેશ કાર્તિકે અમ્પાયર તરફ બેટ વડે ઇશારો કરીને પોતાનો અસંતોષ જાહેર કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે, બે વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઇ છે. આ ટીમે પોતાની ઓલરાઉન્ડર રમતના જોરે મંગળવારે ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલ પહેલી ક્વોલીફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 48 રનોથી હરાવી દીધું. સુપર કિંગ્સે સતત બીજીવાર અને કૂલ પાંચમીવાર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલ 193 રનોના અઘરા લક્ષ્યનો પીછો કરતા મુંબઇની ટીમ 18.4 ઓવરોમાં 144 રન જ બનાવી શકી. ડ્વેન સ્મિથ 68 એકમાત્ર એવો ખેલાડી રહ્યો હતો, જેણે ચેન્નાઇ માટે થોડા સમય પુરતી મુશ્કેલી ઉભી કરી હતી.

English summary
Dinesh Karthik fined five per cent of match fee for showing dissent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X