ઊર્જા ક્ષેત્રે મળી મોટી સફળતા, 29 હજાર કરોડની ઊર્જાની બચત

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારનો ઊર્જા વિભાગ રૂ. 29 હજાર કરોડની ઊર્જાની બચત કરવામાં સફળ રહ્યો છે. આ ખૂબ મોટી સફળતા કહી શકાય, કારણ કે DISCOMની એકંદરે થતી ખોટમાં પણ 41 ટકાનો ઘટાડો નોંધાયો છે. UDAY યોજના હેઠળ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યો, જેમને 60થી 70 ટકાની ખોટ જતી હતી, તે રાજ્યોની ખોટમાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે.

UDAY

ઊર્જા ક્ષેત્રે કેન્દ્ર સરકારની અન્ય ઉપલબ્ધિઓ નીચે મુજબ છે:

  • મે, 2017 સુધીમાં દેશના 18,452 ગામડાઓમાંથી 13,551 ગામોમાં વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
  • વર્લ્ડ બેંકની 'સરળતાથી વીજળી પ્રાપ્ત સ્થળોની સૂચિ'માં વર્ષ 2015માં ભારત 99મા ક્રમે હતું, જ્યારે 2017માં ભારત 26મા ક્રમે આવ્યું છે.
  • સૌર અને પવન ઊર્જાના સૌથી ઓછા ટેરિફ સુધી પહોંચવામાં સફળતા મળી છે. પવન ઊર્જાનું ટેરિફ એક યુનિટ દીઠ રૂ.3.46 છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં 56 કરોડથી પણ વધુ એલઇડી બલ્બની વહેંચણી કરવામાં આવી છે, જેમાંથી 23 કરોડ બલ્બ ઉજાલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અને 22 કરોડ બલ્બ પ્રાઇવેટ સેક્ટર દ્વારા વહેંચાવામાં આવ્યા છે.
  • ઊર્જાની બચત કરતાં(એનર્જી એફિશિયન્ટ) 7 લાખ પંખા વહેંચવામાં આવ્યા છે.
  • 18.5 લાખ એલઇડી ટ્યૂબલાઇટની વહેંચણી કરવામાં આવી છે.
  • 20 લાખ એલઇડી સ્ટ્રીટ લાઇટ મુકવામાં આવી છે.
English summary
Union Power ministry saves power worth Rs 29,000 crore, brings down DISCOM loss by 41%.
Please Wait while comments are loading...