For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ ટ્રોમા સેન્ટર પરિસરને હોસ્પિટલમાં બદલશે એમ્સ

કોરોના વાયરસઃ ટ્રોમા સેન્ટર પરિસરને હોસ્પિટલમાં બદલશે એમ્સ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. એવામાં વાયરસથી લડાઈને સફળ બનાવવા માટે કેટલાક મહત્વના ફેસલા પણ લેવામાં આવી રહ્યા છે. દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) પોતાના એપેક્ટ ટ્રામા સેન્ટર પરિસરને કૉવિડ-19 હોસ્પિટલમાં તબદીલ કરશે. આની સાથે જ કોરોના વાયરસના દર્દીનો ઈલાજ કરતા ડૉક્ટરોની રહેવાની વ્યવસ્થા લલિત હોટલમાં કરાશે.

ટ્રોમા સેન્ટર પરિસરને હોસ્પિટલમાં તબદિલ થશે

ટ્રોમા સેન્ટર પરિસરને હોસ્પિટલમાં તબદિલ થશે

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ દિલ્હીના લોકનાયક હોસ્પિટલ અને જીબી પંત હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરને હવે હોટલ લલિતમાં રોકવામાં આશે. રાજ્ય સરકાર તરફથી 100 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેનો ખર્ચ રાજ્ય સરકાર જ ઉઠાવશે. હાલમાં જ દિલ્હીના કેટલાય વિસ્તારોમાંથી ડૉક્ટરોને પરેશાનીના અહેવાલ સામે આવ્યા હતા, જ્યાં લોકો તેમને કોરોના વાયરસના દર્દીના સંપર્કમાં આવવાના કારણે ભાડે રૂમ નહોતા આપી રહ્યા અથવા મકાન ખાલી કરાવી રહ્યા હતા.

બેડની સંખ્યા વધારાશે

બેડની સંખ્યા વધારાશે

જ્યારે એમ્સના ચિકિત્સા અધીક્ષક ડૉક્ટર ડીકે શર્માએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ટ્રામા સેન્ટર રોડ અકસ્માત માટે તૈયાર કરાયું હતું, પરંતુ લૉકડાઉનને પગલે હાલ માર્ગ અકસ્માતના મામલા સામે આવી રહ્યા નથી. એવામાં આખા ટ્રામા સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીનો ઈલાજ કરાવવામાં આવશે. જેને પગલે ટ્રામા સેન્ટરમાં બેડની સંખ્યા વધીને 200 સુધી કરાશે, જેના માટે સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે. જરૂરત પડવા પર તેમાં બદલાવ કરવામાં આવશે.

29 લોકોના મોત

29 લોકોના મોત

ડૉ ડીકે શર્માએ આગળ કહ્યું કે અમે સતત આઈસીયૂની ક્ષમતામાં વધારો કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ટ્રામા સેન્ટરમાં 20 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જે આઈસીયૂ યુક્ત છે. આઈસીયૂમાં 30 બેડ બર્ન અને પ્લાસ્ટિક વોર્ડમાં બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સોમવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં પોઝિટિવ કોરોના વાયરસના મામલાની કુલ સંખ્યા 1071 થઈ ગઈ છે. જેમાં 942 સક્રિય મામલા અને 99 ડિસ્ચાર્જ સામેલ છે. જ્યારે અત્યાર સુધીમાં 29 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

શું 21 દિવસ બાદ વધુ લંબાવવામાં આવશે લૉકડાઉન? સરકારે આપ્યો જવાબશું 21 દિવસ બાદ વધુ લંબાવવામાં આવશે લૉકડાઉન? સરકારે આપ્યો જવાબ

English summary
doctors on covid 19 duty would be provided accommodation at Hotel Lalit aiims trauma centre converted into hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X