
JNU હિંસા પર ભડક્યા કુમાર વિશ્વાસ, હતાશ અને નારાજ વર્તમાન માત્ર દિશાહીન ભવિષ્ય આપશે...
રાજધાનીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે થયેલી હિંસાના વિરોધમાં મુંબઈ અને ઉત્તર પ્રદેશ સહિત દેશની ઘણી જગ્યાઓએ પ્રદર્શન થઈ રહ્યા છે. ચારે તરફ આ હિંસાની આકરી ટીકા થઈ રહી છે. જાણીતા કવિ ડૉ. કુમાર વિશ્વાસે પણ આ ઘટનાની કડક નિંદા કરીને ટ્વિટ કર્યુ છે.
|
વિશ્વાસે કર્યુ આ ટ્વિટ
વિશ્વાસે ટ્વીટર પર લખ્યુ છે કે વર્તમાન સુધારનાર પેઢીનો રાજકીય દૂરુપયોગ સત્તાઓ આવવા-જવાનાં સહાયક થઈ શકે છે પરંતુ આ ખેલમાં શામેલ થઈ રહેલા બંને પક્ષોએ એ પણ ધ્યાનમાં રાખવુ જોઈએ કે એક કુંઠિત-હતાશ અને નારાજ વર્તમાન તેમને જ નહિ આખા દેશ તેમજ સમાજને એક નિતાંત દિશાહીન ભવિષ્ય તરફ લઈ જશે.
|
જેએનયુમા મચી બબાલ
તમને જણાવી દઈએ કે કાલે જેએનયુ છાત્ર સંઘના અધ્યક્ષ આઈશી ઘોષ પર હુમલો થયો છે. આ હુમલામાં આઈશીના માથામાં ગંભીર ઈજા થઈ છે. આ સમગ્ર ઘટના માટે જેએનયુ છાત્ર સંઘે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ને જવાબદાર ગણાવ્યા છે તો વળી, એબીવીપીએ પ્રેસ રિલીઝ જારી કરીને એ દાવો કર્યો છે કે આ હુમલા પાછળ લેફ્ટ વિચારધારાવાળા સંગઠનોનો હાથ છે. હાલમાં જેએનયુ કેમ્પસમાં થયેલી હિંસાની નૈતિક જવાબદારી લઈને સાબરમતી હોસ્ટેલના વૉર્ડન આર મીણાએ રાજીનામુ આપી દીધુ છે. રાજીનામુ આપીને આર મીણાએ કહ્યુ કે છાત્રોને સુરક્ષા આપવી તેમની જવાબદારી હતી અને તે તેમાં નિષ્ફળ રહ્યા છે. આ પહેલા જેએનયુમાં એક દિવસ પહેલા થયેલી હિંસા માટે દિલ્લી પોલિસે પોતાના તરફથી એફઆઈઆર નોંધી લીધી છે.
આ પણ વાંચોઃ JNU હિંસા પર વીસી જગદીશકુમારે તોડ્યુ મૌન, જણાવ્યુ - કેમ્પસમાં કેમ બેકાબુ થઈ સ્થિતિ
|
સ્થિતિ ઘણી તણાવપૂર્ણ
ઉલ્લેખનીય છે કે વિવિમાં રવિવારે જે રીતે બુકાનીધારી હુમલાખોરોએ કેમ્પસની અંદર જઈને મારપીટ કરી અને તોડફોડ મચાવી તે બાદ ત્યાંની સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે. કેમ્પસની અંદર હિંસાના વિરોધમાં છાત્રોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે અને તે દિલ્લી પોલિસે સામે જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જેએનયુની અંદર રવિવારે તમામ બુકાનીદારીઓ હાથમાં દંડા, રૉડ, હૉકી લઈને પહોંચ્યા હતા અને તેમણે છાત્રો પર હુમલો કરી દીધો, એટલુ જ નહિ આ લોકોએ કેમ્પસની અંદર જોરદાર તોડફોડ કરી જે બાદ પ્રશાસને કેમ્પસની અંદર પોલિસ બોલાવવી પડી. કેમ્પસમાં હિંસાની તપાસની જવાબદારી જોઈન્ટ સીપી (વેસ્ટર્ન રેન્જ) શાલિની સિંહને આપવામાં આવી છે.