For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રાઇવરની પુત્રીને મળી 50 હજાર ડોલરની સ્કોલરશિપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 4 ઓગષ્ટ: હરિયાણા સરકારમાં કાર્યરત એક ડ્રાઇવરની પુત્રીને અમેરિકાની યૂનિવર્સિટી ઑફ સાઉથ કૈરોલિનામાં રસાયણ શાસ્ત્રમાં પીએચડી કરવા માટે 50 હજાર ડોલરની સ્કોલરશિપ મળી છે. જનસંપર્ક વિભાગમાં ડ્રાઇવર તરીકે કામ કરનાર સુરેશપાલની પુત્રી પૂનમ ઢલ્લ (24) કૈથલ જિલ્લાના ભાના ગામની છે.

પૂનમે પોતાની માધ્યમિક શિક્ષા ઓએસડીએવી સ્કૂલ કૈથલ દ્વારા પંજાબ યૂનિવર્સિટી, ચંદીગઢથી બીએસસી (મેડિકલ) અને રસાયણ શાસ્ત્રમાં એમએસસી કર્યું. પૂનમને શુભેચ્છાઓ પાઠવતાં હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આશા વ્યક્ત કરી હતી કે તે શિક્ષણક્ષેત્રે સારું કામ કરશે અને રાજ્યને ગૌરવ અપાવશે.

driver

પૂનમે પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતા અને માતા શીલા દેવીને આપ્યો હતો. તેને સંવાદદાતાઓને કહ્યું હતું કે સામાન્ય પૃષ્ઠભૂમિથી હોવાછતાં મારા હિતેચ્છુઓએ મારો તથા મારા ભાઇ બહેનનો સહયોગ કર્યો અને હંમેશા સારા પ્રયત્ન માટે પ્રોત્સાહિત કર્યા.

English summary
Poonam Dhull, daughter of a driver working for the government of Haryana, has done her family and state proud by bagging a US $ 50,000 scholarship to pursue a doctorate in the United States.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X