For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરેક સેક્ટરમાં કામ કરતા લોકોને મળશે લઘુત્તમ મહેનતાણું, ન આપવા પર 10 લાખનો દંડ થઈ શકે

દરેક સેક્ટરમાં કામ કરતા લોકોને મળશે લઘુત્તમ મહેનતાણું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ મંત્રાલય સાથે જોડાયેલ સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ તમામ સેક્ટરના કર્મચારીઓ માટે લઘુત્તમ મહેનતાણું લાગુ કરવાની ભલામણ કરી છે. પછી તે સેક્ટરને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત હોય કે નહિં પણ આ નિયમ માનવો પડશે. સંગઠિત હોય કે અસંગઠિ, તમામ સેક્ટર માટે આ મિનિમમ વેજ લાગૂ થશે. લઘુત્તમ મહેનતાણું ન આપનાર એમ્પ્લોયરને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. કોઈપણ સેક્ટરના કર્મચારીઓ પાસેથી 8 કલાકથી વધુ સમય સુધી કામ ન લઈ શકાય. તાકીદે કામના નામે પણ કર્મચારીઓને રોકી શકાશે નહિં. અનુભવી અને ફ્રેશર્સ બંને માટે સરખું મહેનતાણું નહિ હોય. અનુભવને મહત્વ આપવામાં આવશે.

minimum wages

પાંચ વર્ષે મિનિમમ વેજ રિવાઈઝ થશે

દર પાંચ વર્ષે મિનિમમ વેજને રિવાઈઝ કરવામાં આવશે. એક નેશનલ મિનિમમ વેજ હશે. જેના આધાર પર તમામ રાજ્ય પોત-પોતાના રાજ્ય માટે મિનિમમ વેજ ફિક્સ કરશે. પરંતુ આવું કરવું ફરજિયાત હશે. સંસદીય સમિતિએ પોતાનો રિપોર્ટ લોકસભાને સોંપી દીધો છે. પાછલા વર્ષે કોડ ઑફ વેજ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેને સ્ટેન્ડિંગ કમિટીને ોંપી દેવામાં આવ્યું હતું. હવે કમિટીએ પોતાનો રિપોર્ટ લોકસભામાં સોંપી દીધો છે. કોઈપણ કાયદાને અંતિમ રૂપ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણને ભારે મહત્વ આપવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટીને મિની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કમિટીના રિપોર્ટ મુજબ મિનિમમ વેજ લાગુ થવાથી દેશભરમાં કામ કરી રહેલા લગભગ 48 કરોડ લોકોને ફાયદો થશે. કમિટી મુજબ આ 48 કરોડ કામદારોમાંથી 82.7 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.

આ પણ વાંચો- મત ન મળતાં હોવા છતાં અમે ભેદભાવ નથી રાખતાઃ વિજય રૂપાણી

English summary
Employees from all sectors will get minimum wages, here is what labour ministry planned for them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X