For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBIના પૂર્વ અધિકારી IPS રાકેશ અસ્થાના સહિત 3 અધિકારી ટૉપ સ્કેલમાં શામેલ

સીબીઆઈના પૂર્વ પ્રમુખ આલોક વર્મા સાથે વિવાદો અંગે ચર્ચામાં રહેનાર આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના ફરીથી એકવાર ચર્ચામાં છે.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈના પૂર્વ પ્રમુખ આલોક વર્મા સાથે વિવાદો અંગે ચર્ચામાં રહેનાર આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના ફરીથી એકવાર ચર્ચામાં છે. કાર્મિક મંત્રાલયના એક આદેશ અનુસાર સિવિલ એવિએશન સિક્યુરિટી પ્રમુખ રાકેશ અસ્થાના દેશના એ ત્રણ આઈપીએસ અધિકારીઓમાં શામેલ થઈ ગયા છે જેમની સેલેરી ટૉપ સ્કેલમાં પહોંચી ગઈ છે.

Rakesh Asthana

તમને જણાવી દઈએ કે રાકેશ અસ્તાના 1984 બેચના ગુજરાત કેડરના અધિકારી છે. આ ઉપરાંત બીજા અધિકારી એનઆઈએ ચીફ વાઈસી મોદી અને આઈટીબીપી પ્રમુખ એસ દેસવાલ છે. આ બધા અધિકારી 1984 બેચના છે. હવે આ ત્રણ આઈપીએસ અધિકારી ટૉપ પે સ્કેલ પર પહોંચી ગયા છે. હવે તેમને દર મહિને 2.25 લાખ એટલે કે બે લાખ રૂપિયા સેલેરી મળશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે રાકેશ અસ્થાનાને સીબીઆઈની વિશેષ નિર્દેશક પદથી હટાવાયાના આગલા દિવસ 18 જાન્યુઆરીના રોજ સિવિલ એવિએશન સિક્યોરીટી બ્યુરોની જવાબદારી સોંપી હતી. અહીં અસ્થાનાની નિયુક્તિ બે વર્ષ માટે કરવામાં આવી છે. સીબીઆઈમાં નંબર એક અને નંબર બે અધિકારી વચ્ચે વિવાદ બાદ કેન્દ્રએ પૂર્વ ડાયરેક્ટર આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા મોકલી દીધા હતા. સીબીઆઈએ પોતાના જ અધિકારી અસ્થાના સામે મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલ કેસમાં લાંચ રુશ્વત લેવાના આરોપમાં કેસ નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી તારીખોમાં રમજાન અને રોજાનો ખ્યાલ રાખવામાં આવ્યો નથીઃ TMCઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી તારીખોમાં રમજાન અને રોજાનો ખ્યાલ રાખવામાં આવ્યો નથીઃ TMC

English summary
Ex CBI Boss Rakesh Asthana Among three IPS officers To Get Top Pay Scale
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X