For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમારી ધીરજની કસોટી ન કરે સરકાર, ખેડૂત નેતા ચઢુનીએ આપી ચેતવણી

ભારતીય કિસાન યુનિયન (હરિયાણા) ના પ્રમુખ ગુરનમ સિંહ ચઢુનીએ શનિવારના રોજ રોહતકમાં આયોજિત કિસાન મહાપંચાયતના મંચ પરથી સરકારને ચેતવણી આપી છે. ગુરનમ સિંહે જણાવ્યું કે, સહિષ્ણુતાની એક મર્યાદા હોય છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયન (હરિયાણા) ના પ્રમુખ ગુરનમ સિંહ ચઢુનીએ શનિવારના રોજ રોહતકમાં આયોજિત કિસાન મહાપંચાયતના મંચ પરથી સરકારને ચેતવણી આપી છે. ગુરનમ સિંહે જણાવ્યું કે, સહિષ્ણુતાની એક મર્યાદા હોય છે. સરકારને અમારી ધીરજની કસોટી ન કરે. અમે અમારા ભાઈ-બહેનોને કહેવા માંગીએ છીએ કે, અમે હિંસા કરવા નથી માંગતા. સરકાર પાસે હજૂ પણ આ મુદ્દાને ઉકેલવાની તક અને પૂરતો સમય છે.

ચઢુની

'અમારી ધીરજની કસોટી ન કરે સરકાર'

આ અગાઉ ગુરનમ સિંહ ચઢુનીએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, તેઓ મતદારોને રાજ્યની એલેનાબાદ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપને મત ન આપવા અપીલ કરશે. ચઢુનીએ જણાવ્યું હતું કે, સરકાર રાજહઠ ધર્મી છે. રાજહઠ ધર્મિતા રાજ અને પરિવારનો નાશ કરે છે. ઉદાહરણ તરીકે રાવણને જ જોઇ લો, તે ભાજપ માટે હાનિકારક હશે. કપાસ ઉત્પાદક ખેડૂત લોબી બગના કારણે બરબાદ થઈ ગઇ છે. આવી પરિસ્થિતિમાં બીટી કપાસના બીજ કાઢનારાઓ સામે પણ કેસ નોંધવો જોઈએ.

"અમે અગાઉ લઘુતમ ટેકાના ભાવ (MSP) પર બાજરી ખરીદવાની માંગણી કરી હતી, પરંતુ સરકારે ભવંતર યોજનામાં બાજરીનો સમાવેશ કર્યો હતો. આજે ખેડૂતોને બાજરાની MSP નથી મળી રહી. ખેડૂતોને MSP કરતા 200 થી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછા મળી રહ્યા છે. ચઢુનીએ કહ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હાલ DAP ખાતરની અછત છે, જેના કારણે ખેડૂતો પરેશાન છે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણાની એલેનાબાદ વિધાનસભા બેઠક માટે 30 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે ગયા મહિને જ પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. હિમાચલની 1 લોકસભા અને 3 વિધાનસભાની પેટા ચૂંટણી 30 ઓક્ટોબરના રોજ યોજાશે. આ સાથે જ હરિયાણાની એલેનાબાદ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થશે.

English summary
Gurnam Singh Chaduni warned, says Government should not test our patience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X