લોકસભામાં નાણા બીલ ચર્ચા વગર પસાર

સૌથી મહત્વપૂર્ણ સંશોધન કૃષિ ભૂમિ પર સંપત્તિ કર સાથે સંબંધિત છે. સંશોધન વિધેયક અનુસાર, કૃષિ ભૂમિ પર કોઇ સંપત્તિ કર નહીં લાગે. નાણા મંત્રી પી. ચિદમ્બરમે બજેટ ભાષણમાં સ્પષ્ટ કરતા જણાવ્યું કે યુપીએ સરકારની કૃષિ ભૂમિ પર સંપત્તિ કર લગાવવાની નીતિ નતી. વિધેયક ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું.
નાણા બીલ પસાર થવાની સાથે જ 28 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી પી. ચિદમ્બરમના બજેટ ભાષણની સાથે શરૂ થયેલી બજેટ પ્રક્રિયા પૂરી થઇ ગઇ. વિધેયક હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે જ્યાંથી પસાર કરીને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
